Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાની મુશ્કેશીમાં ઓર વધારો-BMCના કામોમાં કરોડોનો ભ્રષ્ટાચાર- ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ફડણવીસે આપ્યો આ આદેશ

Jalna Protest : After the incident in Jalna, the political atmosphere heated up, demanding the resignation of Home Minister Devendra Fadnavis

Jalna Protest : After the incident in Jalna, the political atmosphere heated up, demanding the resignation of Home Minister Devendra Fadnavis

News Continuous Bureau | Mumbai

મુંબઈ પાલિકાના(BMC) અમુક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર(Corrpution) કરવામાં આવ્યો હોવાનો સતત આક્ષેપો થઈ રહ્યા છે. તેથી નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે(Deputy Chief Minister Devendra Fadnavis) બુધવારે પાલિકાના કામોનું 'CAG' ઓડિટ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી.

Join Our WhatsApp Channel

ફડણવીસ વિધાનસભામાં (Assembly) નિયમ 293 હેઠળની ચર્ચાનો જવાબ આપતાં બોલી રહ્યા હતા. એ દરમિયાન તેમણે  કહ્યું હતું કે, ઘણા સભ્યોએ મુંબઈ મહાનગરપાલિકાના કારભાર વિશે વાત કરી. કોવિડ સેન્ટર કૌભાંડ(Covid Center Scam), રસ્તાની ગુણવત્તા (Road quality) જેવા ઘણા વિષયો સામે આવ્યા. પરંતુ હવે ગુણવત્તાયુક્ત કામ પર ભાર મૂકવામાં આવશે. રસ્તાઓ પ્રાથમિકતાનો વિષય છે.

આ સમાચાર પણ વાંચો :  કર્ણાટકના ભાજપના આ ધારાસભ્ય ટીપૂ સુલતાનને મુસ્લિમ ગુંડા કહેવું પડ્યું ભારે-મળ્યો ધમકીપત્ર -જાણો વિગતે 

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક કર્મચારીઓએ પોતાની કંપનીઓ શરૂ કરી છે અને પાલિકાના કામ મેળવ્યા હોવાનું જોવા મળ્યું છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા તેની તપાસ કરવામાં આવશે. મહાનગરપાલિકાને આ તપાસ સમયમર્યાદામાં કરવા જણાવવામાં આવશે. ફડણવીસે એમ પણ કહ્યું કે મુંબઈ મહાનગરપાલિકામાં 'CAG'નું સ્પેશિયલ ઓડિટ (Special Audit) કરવામાં આવશે.

આશ્રય યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની પણ તપાસ કરવામાં આવશે. અગાઉની સરકારે કહ્યું હતું કે સફાઈ કામદારોને માલિકી હક્ક ન આપવા જોઈએ. જોકે, ફડણવીસે જાહેરાત કરી હતી કે અમારી સરકાર 29 હજાર સફાઈ કામદારોને માલિકી હક્ક આપશે.

 

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version