Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખ માથે પનોતી બેઠી-કિરીટ સોમૈયાની ફરિયાદ પર પર્યાવરણ વિભાગે આપ્યો આ મોટો આદેશ આપ્યો

News Continuous Bureau | Mumbai

મહાવિકાસ આઘાડી સરકાર(Mahavikas Aghadi Govt) તૂટ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP), શિવસેના(Shivsena) બાદ હવે કોંગ્રેસના(Congress) પ્રધાનોને(Ministers) માથે પનોતી બેઠી હોય એમ જણાય છે. કોંગ્રસના ધારાસભ્ય(Congress MLA) અને શહેરના ભૂતપૂર્વ પાલક પ્રધાન અસલમ શેખ(Former Palak Pradhan Aslam Sheikh સામે ભાજપે મલાડના(Malad) મઢ માર્વેમાં(Madh Marve) નિયમોનો ભંગ કરીને 1000 કરોડ રૂપિયાનો સ્ટુડિયો સ્કેમ(Studio Scam) આચર્યો હોવાની કથિત ફરિયાદ કરી છે. ભાજપની ફરિયાદ બાદ પર્યાવરણ વિભાગે(Environment Department) પૂરા પ્રકરણની તપાસનો આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Channel

મલાડના મઢ પરિસરમાં મોટી સંખ્યામાં ગેરકાયદે બાંધકામ(Illegal construction) હોવાની અનેક વખત ફરિયાદ આવતી રહી છે. આ દરમિયાન ભાજપના(BJP) નેતાએ કોંગ્રેસના નેતા સામે મઢ માર્વેમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નિયમ(Coastal Regulation Zone Rules) સહિત અનેક નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે રીતે સ્ટુડિયોનું બાંધકામને સમર્થન આપ્યું હોવાનો કથિત આક્ષેપ કર્યો હતો. તેને લગતી ફરિયાદ  ભાજપે જુલાઈમાં  મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી સહિત અનેક વિભાગમાં કરી હતી. તથા  આ ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની માગણી પણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : આ રાજ્યના મુખ્યમંત્રી ને થયો કોરોના-થયા હોમ ક્વોરન્ટાઈન- જાણો વિગતે 

ભાજપના નેતાએ કરેલી ગેરકાયદે બાંધકામને લગતી ફરિયાદ મુંબઈ કલેકટર(Mumbai Collector) અને પાલિકાને પણ કરી હતી આ  ફરિયાદ બાદ હવે મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટીએ પૂરા પ્રકરણની તપાસનો આદેશ આપ્યો છે. તેથી આગામી દિવસોમાં કોંગ્રેસના નેતાઓની પણ મુશ્કેલીમાં વધારો થાય એવી શક્યતા છે.
 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version