Site icon News Continuous Bureau | Mumbai

Maha Kumbh 2025: યાત્રાળુ માટે સારા સમાચાર, પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતી-બનારસ વચ્ચે મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત

Maha Kumbh 2025: પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-બનારસ વચ્ચે વધુ એક મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નું સંચાલન

Maha Kumbh 2025Western Railway announces to run Maha Kumbh Mela special train between Sabarmati-Banaras

Maha Kumbh 2025Western Railway announces to run Maha Kumbh Mela special train between Sabarmati-Banaras

News Continuous Bureau | Mumbai

Maha Kumbh 2025: પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળા-૨૦૨૫ દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, સાબરમતી-બનારસ વચ્ચે વધુ એક મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

Join Our WhatsApp Channel

Maha Kumbh 2025: ટ્રેન નં.09453/09454 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ (2 ટ્રિપ)

ટ્રેન નંબર 09453 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ 22 ફેબ્રુઆરી 2025ના રોજ સાબરમતી થી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16:00 કલાકે બનારસ પહોંચશે.તેવી જ રીતે, ટ્રેન નં. 09454 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:30 વાગ્યે સાબરમતી પહોંચશે.

માર્ગ માં, બંને દિશાઓ માં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, દૌસા, બાંદિકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

આ સમાચાર પણ વાંચો:  Western Railway: પશ્ચિમ રેલ્વેના સ્વાસ્થ્ય વિભાગમાં ગુણવત્તા ધોરણો વધારવા અગ્રેસર, ભારતીય રેલ્વેની હેલ્થ યુનિટ માટે એનએબીએલ મળી માન્યતા

ટ્રેન નંબર 09453 નું બુકિંગ 15 ફેબ્રુઆરી 2025 થી બધા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version