Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દિલીપ વળસે પાટીલ પર ટીકાનો વરસાદ.  એક તરફ  હનુમાન ચાલીસા વગાડવા સંદર્ભે લોકોની ધરપકડ તો બીજી તરફ નમાઝ લાઉડ સ્પીકર પર વાગતાની સાથે જ પોતાનું ભાષણ અટકાવી દીધું. વિડીયો થયો વાયરલ, જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ગુડી પડવાના દિવસ પછી મસ્જિદો પર લાઉડ સ્પીકર સંદર્ભેનું રાજકારણ ગરમ થયું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ અલગ અલગ જગ્યાએ લાઉડ સ્પીકર લગાડીને હનુમાન ચાલીસા વગાડવાની શરૂઆત કરી છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં હજારો મસ્જિદો પર લાઉડ સ્પીકર થી દિવસમાં પાંચ વાર નમાજ વાંચવામાં આવે છે જેને કોઈ પ્રતિબંધ નથી. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારે હનુમાન ચાલીસા વગાડનાર લોકોની ધરપકડ કરવાની શરૂઆત કરી છે.  બીજી તરફ મહારાષ્ટ્રના શિરુર વિસ્તારમાં ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલ  ભાષણ આપી રહ્યા હતા. બરાબર તે જ સમયે નજીકની મસ્જિદમાંથી નમાઝ વાગવાની શરૂઆત થઈ ગઈ. નમાઝનો અવાજ સાંભળીને ગૃહમંત્રીએ પોતાનું ભાષણ અડધેથી અટકાવી દીધું તેમજ નમાઝ પતી ગયા પછી ભાષણ આગળ ચાલુ રાખ્યું.

Join Our WhatsApp Channel

દિલીપ વળસે પાટીલની આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર અનેક લોકો હાલ ટીકા કરી રહ્યા છે કે મોજુદા સરકાર ધર્મ સંદર્ભે અલગ અલગ અભિગમ ધરાવે છે. જો કે આ સંદર્ભે અત્યાર સુધી ગૃહ મંત્રાલય તરફથી સાર્વજનિક રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના I.I.T. ગ્રેજ્યુએટ વ્યક્તિએ ગોરખપુર મંદિર પર  હંગામો કર્યો. આબાદ પકડાયો, જાણો વિગતો.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version