ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઈ
25 ડિસેમ્બર 2021
મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મહારાષ્ટ્રના અહમદનગર સ્થિત એક વિદ્યાલયના 19 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.
હાલ તમામને આઈસોલેશનમાં મોકલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે
આ શાળા જિલ્લાના પારનેર તાલુકામાં ટાકલી ઢોકેશ્વર ગામમાં આવેલી નિવાસી શાળા નવોદય વિદ્યાલય નેટવર્કનો એક ભાગ છે, જે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળ આવે છે
ઉલ્લેખનીય છે કે દેશમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે.
