ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,22 જાન્યુઆરી 2022
શનિવાર.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર અને ઓમીક્રોનના કેસમાં આવેલા ઉછાળાને પગલે મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધો લાદી દીધા હતા, જેમાં મહારાષ્ટ્રના મોટાભાગના પર્યટન સ્થળોને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે પર્યટકોના માનીતા મહાબળેશ્વર અને પંચગીનીને ફરી પર્યટકો માટે ખુલ્લા મુકવામાં આવવાના છે. જોકે પર્યટકોએ કોરોનાને લગતા તમામ પ્રતિબંધોની પાલન કરવાનું રહેશે.
મહાબળેશ્વરના પ્રખ્યાત વેણ્ણાલેક, આર્થરસીટ અને ટેબલલેન્ડને બાદ કરતા મહાબળેશ્વર અને પંચગીનીના તમામ સ્થળો પર્યટકો માટે ફરી ખોલવામાં આવી રહ્યા છે. જોકે પર્યટકોએ કોરોનાને લગતા તમામ નિયમ અને શરતોનું પાલન કરવાનું રહેશે એવું જિલ્લાઅધિકારી શેખર સિંહે જાહેર કર્યું હતું.
દિલ્હીમાં વીકએન્ડ કરફ્યુ યથાવત રહેશે, કેજરીવાલ સરકારની આ ભલામણને ઉપરાજ્યપાલે ફગાવી; જાણો વિગતે
કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાનો ચેપ ફેલાતો રોકવા માટે રાજ્ય સરકારે લાદેલા પ્રતિબંધને કારણે મહાબળેશ્ર્વર અને પંચગનીને પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. તેને કારણે સ્થાનિક નાગરિકોની રોજગારીને મોટા પ્રમાણમાં અસર થઈ રહી હતી. તેથી સ્થાનિક વ્યવસાયિકો અને નાગરિકોએ મહાબળેશ્ર્વરના પર્યટન સ્થળ ફરી ખોલવાની માગણી કરી હતી. ભારે ચર્ચા બાદ સરકારે અમુક શરતોને આધારે પર્યટન સ્થળો ફરી ખોલવાની મંજૂરી આપી હતી.
