News Continuous Bureau | Mumbai
Mahakal Bhasm Aarti: મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, બાબા મહાકાલની નગરી ઉજ્જૈનમાં આવેલું છે, જ્યોતિર્લિંગના દર્શન કરવા ભક્તો અહીં દૂર-દૂરથી આવે છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. લોકો તેમની માત્ર એક ઝલક મેળવવા માટે ખુબ ઉત્સુક હોય છે. આ મંદિરમાં દિવસમાં પાંચ વખત આરતી કરવામાં આવે છે, જેમાં પ્રથમ આરતી સવારે 4 વાગ્યે થાય છે. આ આરતીને ભસ્મ આરતી કહેવામાં આવે છે, કારણ કે તેમાં ભગવાન શિવને ભસ્મ ચઢાવવામાં આવે છે.
Mahakal Bhasm Aarti: ભક્તો સરળતાથી કરી શકશે દર્શન
જોકે આગામી મે મહિનામાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં યોજાનારી ભસ્મ આરતીના દર્શન પ્રણાલીમાં મોટો ફેરફાર (big change ) થવા જઈ રહ્યો છે, જેનાથી ભસ્મ આરતી ( Bhasm Aarti ) ના નામે લોકો સાથે છેતરપિંડી થતી અટકશે. એટલું જ નહીં પરંતુ નવી સિસ્ટમને પગલે ભક્તો સરળતાથી દર્શન કરી શકશે અને બુકિંગ કન્ફર્મ હોવાથી તેઓને અહીંના અન્ય મંદિરોની મુલાકાત લેવા માટે અને અન્ય યોજનાઓ બનાવવા માટે પૂરતો સમય મળશે.
Mahakal Bhasm Aarti: 3 મહિના અગાઉથી બુકિંગ ( Booking ) કરાવી પડશે
નવી પ્રણાલી મુજબ હવે તમે મહાકાલની ભસ્મ આરતી માટે 3 મહિના અગાઉથી બુકિંગ કરાવી શકો છો. અત્યાર સુધી બુકિંગ માત્ર 15 દિવસ પહેલા જ થતું હતું. વહીવટીતંત્રે હવે આ સમયમર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. આ સિવાય હવે ભસ્મ આરતીનું બુકિંગ ત્રણ મહિનામાં એક વખત આધાર અને મોબાઈલ નંબર દ્વારા કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Jaflong Border: જાફલાંગ બોર્ડર પર ભારતીય પ્રવાસીઓ પર પથ્થરમારો, બિચારા માંડ જીવ બચાવીને ભાગ્યા; જુઓ વિડિયો
ઉજ્જૈનના કલેક્ટર નીરજ સિંહે કહ્યું કે બુકિંગ 15 દિવસ અગાઉથી શરૂ થાય છે અને તમામ સીટો સવારે 8 થી 9 વચ્ચે ભરાઈ જાય છે. હવે અમે માસિક સીટ ઓનલાઈન ખોલીશું. લોકો તેમના આધાર અને મોબાઈલ નંબર દાખલ કરીને બુકિંગ વિનંતી સબમિટ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે બુકિંગ કન્ફર્મ થાય તે પહેલાં એક જ નંબર પરથી વારંવાર બુકિંગ થઈ રહ્યું છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. અગાઉ ઘણી વખત દલાલો અને અન્ય લોકો અગાઉથી બુકિંગ કરીને અન્ય લોકોને વેચતા હતા.
Mahakal Bhasm Aarti: એક દિવસમાં 400 ભક્તોને ઓનલાઈન દ્વારા પરવાનગી આપી શકાશે
વધુમાં તેમણે જણાવ્યું કે મેના પ્રથમ સપ્તાહથી આ સિસ્ટમ લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પણ ભક્ત ઓનલાઈન ફોર્મ સબમિટ કરશે તેને રેફરન્સ નંબર આપવામાં આવશે. એક દિવસ પછી, ભક્તને એક પુષ્ટિકરણ લિંક મોકલવામાં આવશે, જેના પર ક્લિક કરીને તે વ્યક્તિ દીઠ 200 રૂપિયા જમા કરીને તેનું બુકિંગ કરાવી શકશે. એક દિવસમાં 400 ભક્તોને ઓનલાઈન દ્વારા પરવાનગી આપી શકાશે. હાલમાં આ વ્યવસ્થા 3 મહિના માટે કરવામાં આવી રહી છે, જો તે સફળ થશે તો અમે તેમાં વધારો કરીશું અને 6 મહિના અગાઉથી બુકિંગની વ્યવસ્થા કરીશું.