Mahakumbh 2025: મહાકુંભ 2025 ની પરિવર્તનશીલ યાત્રા, તીર્થયાત્રા અનુભવને સરળ બનાવવા ભારતીય રેલવે શરુ કરી આ સેવાઓ

Mahakumbh 2025: મહાકુંભ 2025 ની પરિવર્તનશીલ યાત્રા: તીર્થયાત્રા અનુભવને સરળ બનાવશે ભારતીય રેલવે

Mahakumbh 2025 Indian Railways launches these services to simplify the transformative journey and pilgrimage experience of Mahakumbh 2025

News Continuous Bureau | Mumbai

Mahakumbh 2025: મહાકુંભ 2025 માં લાખો તીર્થ યાત્રાળુઓ ને પવિત્ર નગરી પ્રયાગરાજ પહોંચાડવામાં ભારતીય રેલવે એ તેની ભૂમિકાને ફરીથી વ્યાખ્યાયિત કરી છે. પરિવહન પૂરું પાડવા ઉપરાંત,રેલવે વિશ્વ કક્ષાની આતિથ્ય સેવાઓ પણ સફળતાપૂર્વક ચલાવી રહી છે. નોંધપાત્ર અપગ્રેડેશન, નવીન ઉકેલો અને સમાવેશકતા પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે, રેલવે આ વ્યાપક ધાર્મિક આયોજનમાં કામગીરીમાં નવા ધોરણો સ્થાપિત કરી રહી છે.

Join Our WhatsApp Community

Mahakumbh 2025: આધુનિક માળખાકીય સુવિધાઓ થી આધ્યાત્મિક ઉદ્દેશ્ય ની પૂર્તિ

ભારતીય રેલવે એ પવિત્ર સંગમ ના યાત્રા ના અનુભવ અને તેને આધ્યાત્મિક રીતે પણ સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. છેલ્લા એક દાયકામાં, ભારત સરકારે પ્રયાગરાજમાં રેલવે ના માળખાગત સુવિધાઓ માટે ભંડોળમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ભારતીય રેલવે દ્વારા મહાકુંભની તૈયારીઓમાં 2 વર્ષો માં, 5,000 કરોડ રૂપિયાથી વધુની રકમ થી અહીંના હાજર રેલવે સ્ટેશનો ને આરામદાયક, સુવિધાજનક અને આધ્યાત્મિકતા ના જીવંત કેન્દ્રોમાં પરિવર્તિત કર્યા છે.

Mahakumbh 2025 Indian Railways launches these services to simplify the transformative journey and pilgrimage experience of Mahakumbh 2025

Mahakumbh 2025 Indian Railways launches these services to simplify the transformative journey and pilgrimage experience of Mahakumbh 2025

 

 

 

 

 

 

 

 

રેલવે સ્ટેશન જે ફક્ત મુસાફરી અને ટ્રેનોના થોભવાના સ્થળ હતા તે હવે તીર્થયાત્રીઓનું સ્વાગત કરતા પ્રવેશદ્વારમાં ફેરવાઈ ગયા છે. સ્લીપિંગ પોડ્સ, એક્ઝિક્યુટિવ લાઉન્જ અને રિટાયરિંગ રૂમની શરૂઆત સાથે, આ જગ્યાઓ હવે મુસાફરો માટે અનુકૂળ જગ્યાઓમાં પરિવર્તિત થઈ ગઈ છે. રંગીન કોડેડ પેસેન્જર આશ્રયસ્થાનો, રંગીન દિશાત્મક ટિકિટો અને દિશા સૂચકો જેવી સુવિધાઓએ મુસાફરો માટે રૂટ પર નેવિગેટ કરવાનું સરળ બનાવ્યું છે. આનાથી યાત્રાળુઓને પોતાનો રસ્તો શોધવામાં સરળતા રહે છે. આ અદ્યતન સુવિધાઓએ રેલવે સ્ટેશન પર યાત્રાનો અનુભવ વધુ સુખદ બનાવ્યો છે. કોઈ ભક્ત ટ્રેનમાંથી નીચે ઉતરતાની સાથે જ તેની જરૂરિયાતો મુજબની બધી સુવિધાઓ તેને સરળતાથી મળી જાય છે.

Mahakumbh 2025 Indian Railways launches these services to simplify the transformative journey and pilgrimage experience of Mahakumbh 2025

 

આ સમાચાર પણ વાંચો:  Surat RTO: તૈયાર થઇ જાવ પસંદગીના નંબરપ્લેટ માટે, આ તારીખથી શરૂ થશે મોટર સાયકલના ગોલ્ડન અને સિલ્વર નંબરનો ઓનલાઈન ઓક્શન

Mahakumbh 2025: સામાન્ય લોકો માટે નવા આશ્રયસ્થાનો અને બેહતર સેવાઓ

લગભગ એક કરોડ તીર્થયાત્રાળુઓ દરરોજ આવે તેવી અપેક્ષા ને જોતા, આટલી મોટી સંખ્યામાં લોકોને આશ્રય અને સેવાઓ પૂરી પાડવી એ એક મોટું કાર્ય છે. ભારતીય રેલવે એ આ પડકારનો સામનો કરીને 17 નવા પેસેન્જર આશ્રયસ્થાનો નું નિર્માણ અને સ્ટેશનો ને 1,10,000 થી વધુ મુસાફરોની ક્ષમતા વાળું બનાવવામાં આવ્યું છે જે અગાઉ ફક્ત 21,000 હતી, . વધુમાં, નવા પ્લેટફોર્મના નિર્માણથી કુલ પ્લેટફોર્મની સંખ્યા 48 થઈ ગઈ છે, જે યાત્રાળુઓ માટે વધુ સારી સુવિધા સુનિશ્ચિત કરે છે. મુસાફરો માટે શૌચાલય, પીવાના પાણીની સુવિધા, બાળકોને ખોરાક આપવા માટે પોડ્સ અને તબીબી તપાસ રૂમ જેવી અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુમાં, અવિરત વીજ પુરવઠો અને બેકઅપ સિસ્ટમોએ ઊંચી માંગ હોવા છતાં સરળ પુરવઠો સુનિશ્ચિત કર્યો છે.

Mahakumbh 2025 Indian Railways launches these services to simplify the transformative journey and pilgrimage experience of Mahakumbh 2025

Mahakumbh 2025: સમાવિષ્ટ અને સુલભ અનુભવો

ભારતીય રેલવેએ બધા માટે મહાકુંભ 2025 ના અનુભવને વધુ આરામદાયક બનાવવા માટે નોંધપાત્ર પ્રગતિ કરી છે. યાત્રી સુવિધા કેન્દ્ર, વ્હીલચેર સેવાઓ ની સાથે “મે આઈ હેલ્પ યુ” બૂથ અને લોજિસ્ટિક્સ ટ્રોલીઓ સાથે ની શરૂઆત મહત્વપૂર્ણ પહેલ છે. પ્રયાગરાજ જંકશન અને છિવકી જેવા મુખ્ય સ્ટેશનો મુસાફરોની સુવિધા માટે ખાસ સજ્જ છે, જે તેમને સરળ અને આરામદાયક મુસાફરીનો અનુભવ આપે છે. સરકારના ‘સુલભ ભારત મિશન’ ને અનુરૂપ, ભારતીય રેલવેએ લિફ્ટ અને એસ્કેલેટર સહિત દિવ્યાંગજન મૈત્રીપૂર્ણ સુવિધાઓની સંખ્યામાં વધારો કર્યો છે. આ પ્રયાસો સમાવેશકતા પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે અને ખાતરી કરે છે કે દરેક વ્યક્તિ (વૃદ્ધોથી લઈને દિવ્યાંગો સુધી) આ પવિત્ર કાર્યક્રમમાં સરળતાથી ભાગ લઈ શકે.

Mahakumbh 2025 Indian Railways launches these services to simplify the transformative journey and pilgrimage experience of Mahakumbh 2025

Mahakumbh 2025: મહાકુંભ ભવિષ્ય માટે એક માપદંડ બની ગયો છે

પરંપરાને આધુનિકતા સાથે જોડવાના ભારતીય રેલવે ના પ્રયાસોએ એક એવું વાતાવરણ બનાવ્યું છે જે અદ્યતન, આરામદાયક અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. રેલવે, યાત્રાળુઓની મુસાફરીને સરળ બનાવવા ઉપરાંત, તેમના અનુભવને અસાધારણ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ભારતીય રેલવે મહાકુંભ દરમિયાન સુવિધાઓને અપગ્રેડ કરીને આતિથ્યના નવા ધોરણો સ્થાપિત કરી રહી છે.

Mahakumbh 2025 Indian Railways launches these services to simplify the transformative journey and pilgrimage experience of Mahakumbh 2025

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રવિન્દ્ર ગોયલ,
ભૂતપૂર્વ સભ્ય – સંચાલન અને વ્યવસાય વિકાસ
રેલવે બોર્ડ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version