Site icon

Maharashtra: મહારાષ્ટ્રના દરિયામાં ફસાયેલ વ્હેલને ૪૦ કલાકની જહેમત પછી ઉગારાઈ.. જાણો વિગતે..

Maharashtra: મહારાષ્ટ્રના રત્નાગીરીના ગણપતિપુલે કિનારે 35 ફૂટ લાંબી બેબી વ્હેલ ફસાઈ ગઈ હતી. તેને 40 કલાકની મહેનત બાદ બુધવારે ફરીથી દરિયામાં ધકેલવામાં આવ્યું હતું, અધિકારીઓએ તેને દુર્લભ બચાવ કામગીરી ગણાવી હતી.

Maharashtra A whale trapped in the sea of Maharashtra was rescued after 40 hours of struggle..

Maharashtra A whale trapped in the sea of Maharashtra was rescued after 40 hours of struggle..

News Continuous Bureau | Mumbai

Maharashtra: મહારાષ્ટ્ર ( Maharashtra ) ના રત્નાગીરી ( Ratnagiri ) ના ગણપતિપુલે ( Ganapatipule ) કિનારે 35 ફૂટ લાંબી બેબી વ્હેલ ( baby Whale ) ફસાઈ ગઈ હતી. તેને 40 કલાકની મહેનત બાદ બુધવારે ફરીથી દરિયામાં ધકેલવામાં આવ્યું હતું, જેનાથી ત્યાં હાજર પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ખુશ થઈ ગયા હતા. અધિકારીઓએ તેને દુર્લભ બચાવ કામગીરી ( Rescue Operation ) ગણાવી હતી.

Join Our WhatsApp Community

અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ ચાર ટન વજનની આ બેબી વ્હેલ સોમવારે કિનારે આવી ગઈ હતી. અહીં ઓછી ભરતીના કારણે તે બીચ પરની રેતીમાં ફસાઈ ગઈ હતી. તેમણે કહ્યું કે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોએ વ્હેલને જોઈ અને રત્નાગિરી પોલીસ, કોસ્ટ ગાર્ડ અને અન્ય અધિકારીઓને જાણ કરી હતી, ત્યારબાદ બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું કે, ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બેબી વ્હેલને દરિયાના ઊંડાણમાં લઈ જવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. આ સમય દરમિયાન, પશુચિકિત્સકોની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને વ્હેલને જીવંત રાખવા માટે તેને પ્રવાહી આપ્યું હતું.

બુધવારે સવારે ટગબોટ દ્વારા બેબી વ્હેલને 7 થી 8 નોટિકલ માઈલ દરિયામાં લઈ જવામાં આવ્યું..

બચાવ કામગીરીમાં સામેલ લોકોએ વ્હેલને હાઇડ્રેટ રાખવા માટે તેના પર દરિયાનું પાણી રેડ્તા રહ્યા હતા અને તેને બચાવવા માટે તેને કપાસથી ઢાંકી દીધું હતું. આ પછી, બેબી વ્હેલને બેલ્ટથી બાંધીને તેને ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેના કારણે તેની પૂંછડી પાસે ઇજાઓ થઈ હતી. આ પછી અધિકારીઓએ આ પ્લાન કેન્સલ કરી દીધો હતો.

આ સમાચાર પણ વાંચોઃ  IND vs NZ : ક્રિકેટ પ્રેમીઓ પેઢીઓ સુધી યાદ રાખશે…”, મોહમ્મદ શમીની શાનદાર બોલિંગના કાયલ થયા PM મોદી, ટીમને પાઠવી શુભકામનાઓ… જુઓ અહીં..

દરમિયાન મંગળવારે રાત્રે, એક ટગબોટ લાવવામાં આવી હતી અને વ્હેલને જાળમાં નાખવામાં આવી હતી. ભરતી દરમિયાન, અધિકારીઓ અને સ્થાનિક લોકોએ વ્હેલને પાણીમાં ધકેલવાનું શરૂ કર્યું. અધિકારીએ કહ્યું કે વ્હેલ પોતે જ ઊંડા પાણી તરફ સરકવાનો પ્રયાસ કરી રહી છે.

અધિકારીએ જણાવ્યું કે કેટલાંક કલાકોના સતત બચાવ કાર્ય બાદ બુધવારે સવારે ટગબોટ દ્વારા બેબી વ્હેલને 7 થી 8 નોટિકલ માઈલ દરિયામાં લઈ જવામાં આવ્યું હતું. અહીં તેના કુદરતી રહેઠાણમાં પાછા ફરતા, બેબી વ્હેલની જાળી તોડી નાખવામાં આવી હતી અને તે જાતે જ તરવા લાગી હતી. આ પછી તે સમુદ્રના ઊંડાણમાં ચાલી ગઈ હતી..

Surendranagar Chamaraj rail block: સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં બ્લૉકને કારણે રેલવે વ્યવહારને અસર*
Raj Thackeray: રાજ ઠાકરે વિરુદ્ધ બોલવું પડ્યું મોંઘું, મનસે કાર્યકર્તાઓએ રિક્ષા ડ્રાઇવર પાસે જાહેરમાં કરાવ્યું આવું કામ.
Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Exit mobile version