Site icon

Maharashtra Assembly Session : મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિ સરકારે વિશ્વાસ મત જીત્યો; આજે પણ આટલા વિપક્ષના ધારાસભ્યોએ ન લીધા શપથ..

Maharashtra Assembly Session : દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારે સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો. શિવસેનાના વિધાનસભ્ય ઉદય સામંત અને અન્યો દ્વારા લાવવામાં આવેલ વિશ્વાસ પ્રસ્તાવ અવાજ મત દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે જાહેરાત કરી કે ગૃહે વિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે..

News Continuous Bureau | Mumbai 

Maharashtra Assembly Session : આજે મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રમાં ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરને 15મી મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. નાર્વેકર 1960 માં રાજ્યની રચના પછી વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ફરીથી ચૂંટાયેલા બીજા વ્યક્તિ છે. તેમના પહેલા, બાળાસાહેબ ભરડે મહારાષ્ટ્ર વિધાનસભાના એકમાત્ર સભ્ય હતા જેઓ સતત બે ટર્મ માટે સ્પીકર તરીકે ચૂંટાયા હતા.

Join Our WhatsApp Community

Maharashtra Assembly Session : સરકારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો 

તો બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભાના ત્રીજા અને છેલ્લા દિવસે સીએમ દેવેન્દ્ર ફડણવીસનો વિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારે  મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો હતો. શિવસેનાના વિધાનસભ્ય ઉદય સામંત સહિત ચાર ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલ વિશ્વાસ પ્રસ્તાવ અવાજ મતથી પસાર કરવામાં આવ્યો હતો.

Maharashtra Assembly Session : વિધાનસભામાં 230 બેઠકોની બહુમતી

ભાજપ-શિવસેના-એનસીપી (મહાયુતિ) ગઠબંધન પાસે 288 સભ્યોની રાજ્ય વિધાનસભામાં 230 બેઠકોની બહુમતી છે. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભામાં કહ્યું, “વિશ્વાસ મત બહુમતી સાથે પસાર કરવામાં આવ્યો છે. વિધાનસભાની કાર્યવાહી હવે સ્થગિત કરવામાં આવી છે અને મહારાષ્ટ્રના રાજ્યપાલના સંબોધન પછી ફરી શરૂ થશે. અંતિમ દિવસે બાકીના 4 ધારાસભ્યોએ શપથ લીધા હતા. તેમાં જયંત પાટિલ અને તેમની પાર્ટીના વધુ 3 ધારાસભ્યો હતા. શિવસેનાના વિલાસ ભુમરે, શિવસેનાના (યુબીટી) વરુણ સરદેસાઈ, મનોજ જામસુતકર અને એનસીપીના શેખર નિકમે હજુ સુધી શપથ લીધા નથી. જો કે તે બાદમાં સ્પીકર ઓફિસમાં શપથ લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો  : Maharashtra Assembly Speaker : રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર બન્યા, સતત બીજી વખત બિનહરીફ ચૂંટાયા; જાણો તેમની રાજકીય સફર

Maharashtra Assembly Session : બહુમતી સાબિત કરવી એ માત્ર ઔપચારિકતા

જણાવી દઈએ કે દરેક સરકારે વિધાનસભામાં વિશ્વાસનો મત પસાર કરવો પડે છે, બહુમત સાબિત કરવો પડે છે. 5 ડિસેમ્બરે મુંબઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આયોજિત સમારોહમાં ફડણવીસે ત્રીજી વખત મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મહારાષ્ટ્રની 15મી વિધાનસભાનો કાર્યકાળ સત્તાવાર રીતે 7 ડિસેમ્બરે શરૂ થયો હતો. ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 288 સભ્યોના નીચલા ગૃહમાં 230 બેઠકો મળી હતી, તેથી બહુમતી સાબિત કરવી એ માત્ર ઔપચારિકતા હતી.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
Exit mobile version