News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ એ રવિવારે ઝારખંડના 'મોસ્ટ વોન્ટેડ નક્સલ' અને માઓવાદી નેતા દિપક યાદવ ઉર્ફે કરુ હુલાસ યાદવની ધરપકડ કરી છે.
માઓવાદી નેતાને મુંબઈથી લગભગ 50 કિલોમીટર દૂર પાલઘરના નાલાસોપારા વિસ્તારમાંથી પકડી પાડ્યો છે.
મુંબઈની એક સ્થાનિક કોર્ટમાં હાજર કર્યા બાદ યાદવનો તાબો ઝારખંડ પોલીસને સોંપવામાં આવશે.
પકડાયેલા નક્સલી યાદવને માથે 15 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદ બાદ પારસ કલનાવત પડ્યો આ એક્ટ્રેસના પ્રેમમાં -બધાની સામે જણાવ્યું તેના ક્રશ નું નામ
