લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, મહારાષ્ટ્રના આ જિલ્લામાં થયો ભયાનક ટ્રક અકસ્માત; આટલા લોકોના નિપજ્યા મોત  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 જાન્યુઆરી 2022          

સોમવાર

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક ભયાનક ટ્રક અકસ્માત સર્જાયો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ અકસ્માત વૈજાપુર તાલુકાના લાસુર રોડ પર શિવરાઈ ફાટા પાસે થયો છે. 

આ ગંભીર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. 

સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઈજાગ્રસ્ત લોકોને ઔરંગાબાદ અને નાસિકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

આ ટ્રકમાં સવાર લોકો લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. 

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અકસ્માત સમયે ટ્રકની સ્પીડ વધુ હોવાને કારણે અચાનક ચાલકનું સંતુલન બગડી ગયું હતું. જેના કારણે બંને ટ્રક એકબીજા સાથે અથડાયા હતા.

બર્નિગ ટ્રેન: ગાંધીધામ-પુરી એક્સપ્રેસમાં લાગેલી આગ પ્રકરણની તપાસ શંકાસ્પદ, જાણો વિગત

Exit mobile version