Site icon

સ્વતંત્રતા દિવસ પહેલા જ મહારાષ્ટ્રમાં કેબિનેટ બનશે-દેવેન્દ્ર ફડણવીસ પાસે હશે આ ખાતું

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) શિંદે-ફડણવીસ સરકાર(Shinde-Fadnavis Govt) બનીને મહિનો ઉપર થઈ ગયો છે. છતાં હજી સુધી કેબિનેટનું વિસ્તરણ(Cabinet expansion) થયું નથી. તેની ચોતરફથી ટીકા થઈ રહી છે ત્યારે સ્વતંત્રતા દિવસ (Independence Day) પહેલા જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(Maharashtra CM) એકનાથ શિંદે(Eknath Shinde) તેમની  કેબિનેટનું વિસ્તરણ કરશે અને  નાયબ મુખ્ય પ્રધાન(Deputy Chief Minister)  દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) પાસે ગૃહ વિભાગ હશે એવું જાણવા મળ્યું  છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં આ અઠવાડિયામાં મીડિયામાં જ કેબિનેટનું વિસ્તરણ થશે એવું માનવામાં આવે છે. મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દિલ્હીમાં(Delhi) આંટાફેરા મારી રહ્યા છે.  શિંદ અને ફડણવીસને કેબિનેટના વિસ્તરણમાં થઈ રહેલા વિલંબને કારણે ટીકાનો સામનો કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  સં જય રાઉત ની જેલ બદલાઈ- હવે ભયાનક કેદીઓ સાથે આ જેલમાં રહેશે- એક સમયે સંજય દત્ત પણ અહીંયા હતો

મળેલ માહિતી મુજબ કેબિનેટમાં ઓછામાં ઓછા 15 મંત્રીઓને સામેલ કરવામાં આવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ(State president of BJP) ચંદ્રકાંત પાટીલ(Chandrakant Patil) પણ કેબિનેટનો ભાગ હશે. વિસ્તરણ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવાની પ્રક્રિયા શરૂ થશે.

શનિવારે સીએમ શિંદેએ કહ્યું હતું કે કેબિનેટના વિસ્તરણમાં વિલંબને કારણે રાજ્ય સરકારના કામને કોઈપણ રીતે અસર થઈ નથી. ટૂંક સમયમાં વધુ મંત્રીઓને સામેલ કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે બળવાખોર ધારાસભ્યોની સદસ્યતાનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
 

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version