ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર
મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની મિટિંગમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મંત્રી મંડળ એ એક મતથી પ્રસ્તાવ પસાર કર્યો છે કે રાજ્યમાં દરેક વ્યક્તિને મફતમાં વેક્સિન આપવામાં આવશે. કેબિનેટની બેઠક બાદ બેઠકમાં સામેલ થયેલા અધિકારીઓ અને નેતાઓએ આ સંદર્ભે પત્રકારોને માહિતી આપી હતી.
વેકસીન મેળવવા માટે રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરનું ટેન્ડર બહાર પાડશે. આ ઉપરાંત મુંબઇ શહેરમાં દરેક વોર્ડમાં એક વેક્સીનેશન સેન્ટર બનાવવામાં આવશે. તેમજ રાજ્યમાં પણ દરેક તાલુકા સુધી વેક્સિનેશન ની કાર્યવાહી પહોંચાડવામાં આવશે. આમ રાજ્ય સરકારે વેક્સિનેશન સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.