ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 8 એપ્રિલ 2021
ગુરૂવાર
મહારાષ્ટ્ર આખામાં કોરોના ની રસી નો દુકાળ દેખાઈ રહ્યો છે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં સતારા અને સાંગલીમાં રસી ખલાસ થઈ ગઈ છે. જ્યારે કોલ્હાપુરમાં ૨૪ કલાકમાં રસી પતી જશે.
વિદર્ભમાં અમરાવતી, વર્ધા, બુલઢાણા, ગોદીયા આ વિસ્તારમાં રસી ખૂટી પડી છે અને અમુક જગ્યાએ રસીકરણ બંધ કરવામાં આવ્યું છે.
આમ આખા મહારાષ્ટ્રમાં માત્ર ત્રણ દિવસ સુધી ચાલે તેટલી જ રસી બાકી છે. ત્યારબાદ રસીકરણનો કાર્યક્રમ અટકી જશે.
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પછી હવે આ સરકારે ૧૦ એપ્રિલથી રાજ્યમાં સરકાર પ્રતિબંધ લગાવ્યા.
