Site icon

Maharashtra Clash: પૂર્વ સાંસદ નિલેશ રાણેની કાર પર પથ્થમારો બાદ, આ બંને પક્ષના કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ.. વાહનોની તોડફોડ.

Maharashtra Clash: રત્નાગિરીમાં પૂર્વ સાંસદ નિલેશ રાણેની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. નિલેશ રત્નાગીરીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, ત્યારે પથ્થરમારો થયો હતો. પથ્થરમારો બાદ ભાજપ અને શિવસેના (UBT)ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

Maharashtra Clash After stone pelting on former MP Nilesh Rane's car, the activists of these two parties clashed.. Vandalized vehicles.

Maharashtra Clash After stone pelting on former MP Nilesh Rane's car, the activists of these two parties clashed.. Vandalized vehicles.

News Continuous Bureau | Mumbai  

Maharashtra Clash: રત્નાગિરીમાં પૂર્વ સાંસદ નિલેશ રાણેની ( Nilesh Rane ) કાર પર પથ્થરમારો ( Stone Pelting ) કરવામાં આવ્યો હતો. નિલેશ શુક્રવારે રત્નાગીરીમાં એક કાર્યક્રમમાં જઈ રહ્યો હતો. ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો બાદ ભાજપ ( BJP ) અને શિવસેના ( UBT ) ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી મુજબ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નીલેશ રાણે ગુહાગરમાં એક રેલીને સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે પટપન્હાલે કોલેજ પાસે આ ઘટના બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે રાણે અને શિવસેના (UBT)ના નેતા ભાસ્કર જાધવના ( Bhaskar Jadhav ) સમર્થકો એકબીજા સાથે અથડાયા હતા.

 આ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે પોલીસને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા…

નિલેશ રાણે અને ભાસ્કર જાધવના સમર્થકો વચ્ચેની અથડામણને કાબૂમાં લેવા માટે પોલીસ ફોર્સ પણ મોકલવામાં આવી હતી. બંને પક્ષના સમર્થકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે પોલીસને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics: જેણે પાર્ટી બનાવી તેને જ… NCP પાર્ટીનું નામ અને પ્રતીક છીનવાય જતા, હવે શરદ પવારનું છલકાયું દર્દ..

મિડીયા રિપોર્ટ મુજબ, જ્યારે નિલેશ એક રેલીને સંબોધવા જઈ રહ્યા હતા. ત્યારે કોઈએ તેમની કાર પર કથિત રીતે પથ્થરમારો કર્યો હતો. જે બાદ ઘટનાસ્થળે ભાજપના કાર્યકરો એકઠા થઈ ગયા હતા અને બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. અથડામણમાં કેટલીક કારને નુકસાન થયું હતું.

નોંધનીય છે કે, નિલેશ રાણે પૂર્વ સાંસદ અને ભાજપના નેતા છે. તેઓ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના મોટા પુત્ર છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે વિપક્ષની ચીડ સ્પષ્ટ દેખાઈ રહી છે. તેમણે વઘુમાં કહ્યું હતું કે, આ ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એવું કહેવાય છે કે ભાજપના વરિષ્ઠ નેતા નારાયણ રાણે અને શિવસેના યુબીટી ધારાસભ્ય ભાસ્કર જાધવ વચ્ચે પહેલેથી જ રાજકીય મતભેદો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version