ગુજરાત બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ રાજ્ય મંત્રી વિજય વડેટ્ટીવારે આજે જાહેરાત કરી છે કે રાજ્ય શિક્ષણ બોર્ડની 10 મી ધોરણની પરીક્ષાની જેમ જ 12 મા ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી રહી છે.
રાજ્યના 13 લાખ 70 હજાર વિદ્યાર્થીઓ 12 મા ધોરણની પરીક્ષા માટે બેઠા હતા.
આ નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, શાળાના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી વિજય વડેટ્ટીવાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વરિષ્ઠ અધિકારીઓ, ટાસ્ક ફોર્સ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજ્યમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં સીબીએસઈના બારમા ધોરણની પરીક્ષા રદ કરવાની ચર્ચા કરવામાં આવી હતી.
