Site icon

મુખ્યપ્રધાનના કાફલાને આપવામાં આવતી સ્પેશિયલ સિક્યોરિટી ને લઈને એકનાથ શિંદેએ લીધો આ નિર્ણય-સામાન્ય નાગરિકને થશે ફાયદો

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(Maharashtra CM) એકનાથ શિંદેએ(Eknath Shinde) તેમના કાફલા(Fleet) માટે રસ્તામાં રહેલી સ્પેશિયલ સિક્યોરીટીને(Special Security) રદ કરવાનું કહ્યું છે. તેથી કરીને તેમના કારણે રસ્તા પર ટ્રાફિક જામની(Traffic jam) સમસ્યાથી સામાન્ય નાગરિકોને છૂટકારો મળશે.

Join Our WhatsApp Community

સુરક્ષા અને પ્રોટોકોલ(Security and protocol) મુજબ જયારે પણ મુખ્ય પ્રધાનનું વાહન(CM's vehicle) અને તેમનો કાફલો રસ્તા પરથી પસાર થવાનો  હોય છે ત્યારે  સામાન્ય નાગરિકોના વાહનવ્યહારને(Transportation) એટલે કે ટ્રાફિકને રોકી દેવામાં આવે છે. તેને કારણે અનેક વખત રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા થતી હોય છે. હવે જોકે  મુખ્ય પ્રધાનના આદેશ મુજબ જે પણ રસ્તા પરથી તેઓ પસાર થવાના હશે ત્યારે રસ્તા પર ટ્રાફિક રોકવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો : શિંદે કેબિનેટ વિસ્તરણની ફોર્મ્યુલા દિલ્હીમાં નક્કી થશે- સીએમ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત આ દિગ્ગજ નેતાઓ સાથે કરી બેઠક  

પોલીસ અધિકારીના(Police officer) કહેવા મુજબ મુખ્ય પ્રધાનોને ઝેડ-પ્લસ સુરક્ષા(Z-Plus security) આપવામાં આવતી હોય છે. તેથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રસ્તા પર જયારે તેમનું વાહન પસાર થવાનું હોય ત્યારે અન્ય વાહનોને ત્યાથી પસાર થવાની છૂટ હોતી નથી. અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના(Uddhav thackeray) કાફલામાં એક અજાણી કાર અચાનક ઘૂસી ગઈ હતી અને સુરક્ષાનું જોખમ નિર્માણ થયું હતું.
 

Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Single women: એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક સહાય; રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Tejashwi Yadav: ‘દરેક મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે આટલા હજાર’, પ્રચાર પૂરો થતા પહેલાં તેજસ્વીની મોટી જાહેરાત
Exit mobile version