Site icon News Continuous Bureau | Mumbai

આખેઆખી શિવસેના પર કબ્જો કરવા એકનાથ શિંદેએ અમલમાં મુકી આ રણનીતિ-સાંસદ-ધારાસભ્યો બાદ હવે આ લોકોને ફોડશે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ(CM Eknath shinde) શિવસેનાના ધારાસભ્યો(Shivsena MLA) અને સંસદસભ્યોને ફોડ્યા બાદ હવે શિવસેનાના મૂળ પક્ષને વિભાજિત કરવાની ચાલ રમી છે. તે માટે શિંદેએ(Eknath shinde) પગલાં ઊંચકવાનું ચાલુ કરી દીધું છે. જો શિવસેનાની 282 સભ્યોની પ્રતિનિધિ સભામાં(representative assembly) ફૂટ પાડવામાં આવે તો રાષ્ટ્રીય કાર્યકારિણી(National Executive) પર દાવો કરી શકાય એ માટે પોતાનો પ્લાન અમલમાં મૂકવાની શિંદેએ યોજના અમલમાં મૂકી હોવાનું કહેવાય છે.

શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સતત એવો દાવો કરી રહ્યા છે કે ધારાસભ્ય-સાંસદ(MLA-MP) ભલે ફૂટ્યા હોય, પણ અમારી પાર્ટીમાં વિભાજન(Party split) નથી થયું, પદાધિકારીઓ અને મારા શિવસૈનિકો (Shiv Sainiks) મારી સાથે છે. આથી શિંદેએ હવે સંગઠનમાં ભાગલા પાડવાની તૈયારી શરૂ કરી દીધી છે. જો શિંદે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ(Shinde House of Representatives) ના 188 સભ્યોને પોતાની તરફ ફેરવે છે, તો સમગ્ર પક્ષમાં ઊભી ફાંટનો દાવો મજબૂત થશે. શિવસેનાના બંધારણમાં(Shiv Sena constitution) 'શિવસેના પ્રમુખ થી શાખા પ્રમુખ' સુધી કુલ 13 પદ છે. મુંબઈમાં ધારાસભ્યો, સાંસદો, જિલ્લા વડાઓ(District Heads), જિલ્લા સંપર્ક વડાઓ અને વિભાગોના વડાઓની પ્રતિનિધિ સભા છે. પ્રતિનિધિ સભામાં કુલ 282 સભ્યો છે. જો શિવસેનાની 282 સભ્યોની પ્રતિનિધિ સભામાંથી ઓછામાં ઓછા બે તૃતીયાંશ, એટલે કે 188 સભ્યો, શિંદે જૂથને સમર્થન આપે છે, તો ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો પડી શકે છે. શિંદે જૂથ દાવો કરી રહ્યું છે કે આ 188 સભ્યોને ફોડી નાખ્યા છે.  તે મુજબ, આ સભ્યોની નવી નોંધણી એકનાથ શિંદેના સરકારી બંગલા 'નંદનવન' ખાતે ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  શિવસેનામાં ગળતર ચાલુ જ-સવારે આદિત્ય ઠાકરેની સભામાં જોડાયેલા પદાધિકારીઓનું સાંજે શિવસેનાને  ટાટા-બાય બાય

બીજી તરફ, શિંદે જૂથ દ્વારા કેટલીક ટીમો મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. આ ટીમો દ્વારા એકનાથ શિંદે જૂથમાં ભાગ લેવા માંગતા જિલ્લા પ્રમુખ, જિલ્લા પરિષદના સભ્યો(District Council Members) અને કોર્પોરેટરોની(Corporators) નોંધણી ચાલુ છે. આમાંથી ઘણા શિવસેનાની પ્રતિનિધિ સભાનો ભાગ છે

Shinde Targets Thackeray રામ મંદિર દાન વિવાદ ઠાકરે પર શિંદેનો મોટો પલટવાર, સિદ્ધિવિનાયક મંદિરમાં દાન ચોરીનો લગાવ્યો ગંભીર આરોપ
MumbaiPune railway disruption 100 કલાક વીત્યા છતાં મુંબઈપુણે રેલવે લાઈન ઠપ્પ ભૂસ્ખલનને કારણે 17 જુલાઈ સુધી 30 ટ્રેનો રદ
TMC rebels get BJP Rajya Sabha ticket TMC ના 3 બળવાખોરોને લોટરી લાગી ભાજપમાં એન્ટ્રી થતાની સાથે જ મળી રાજ્યસભાની ટિકિટ
Maharashtra Slum Survey Decision મહારાષ્ટ્ર સરકારનો ઝૂંપડપટ્ટી વાસીઓ માટે મોટો નિર્ણય ૩ મહિનામાં પૂર્ણ થશે આવાસ સર્વે, પાત્રતા ધરાવતા લોકોને મળશે પાકું ઘર
Exit mobile version