News Continuous Bureau | Mumbai
Maharashtra CM Oath Update: દેવેન્દ્ર ફડણવીસ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં અજિત પવાર પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવાના છે. પરંતુ એકનાથ શિંદેને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે કે નહીં તે અંગે હજુ સુધી સસ્પેન્સ છે. તો અન્ય મંત્રીઓ પણ શપથ લેશે તેના પર સૌની નજર છે.
Maharashtra CM Oath Update: શપથ ગ્રહણનો સમય 5.20
મહારાષ્ટ્રમાં નવી એનડીએ સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દેવેન્દ્ર ફડણવીસની આજે મુખ્યમંત્રી તરીકે તાજપોશી થવાની છે. આ પહેલા ફડણવીસે સિદ્ધિવિનાયક અને મુમ્બા દેવીના મંદિરોની પણ મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકાર હિન્દુત્વની સરકાર હશે તેવો સંદેશ આપવા માટે આઝાદ મેદાનમાં શપથ સમારોહના મંચની બાજુમાં વધુ એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે, જેમાં દેશભરના સાધુ-સંતો બેસશે. શપથ સમારોહનો સમય પણ હિન્દુ કેલેન્ડર મુજબ નક્કી કરવામાં આવ્યો છે. શપથ ગ્રહણનો સમય 5.20 થી 6.45 નક્કી કરવામાં આવ્યો છે.
On the left hand side invitation by shivsena where Devendra fadanvis to take oath along with DCM & ministers .
On the right NCP’s invitation where devendra fadanvis as CM , Ajit pawar as DCM along with DCM and ministers will take oath .#MaharashtraCM #EknathShinde pic.twitter.com/i5VekFSin1— Sahil Joshi (@sahiljoshii) December 5, 2024
Maharashtra CM Oath Update: આમંત્રણ પત્રોએ સસ્પેન્સને વધાર્યું
દરમિયાન, શપથગ્રહણ પહેલા મહારાષ્ટ્રમાં પક્ષો દ્વારા જારી કરવામાં આવેલા આમંત્રણ પત્રોએ સસ્પેન્સને વધુ વધાર્યું છે. શિવસેના દ્વારા જારી કરવામાં આવેલા આમંત્રણ પત્રમાં માત્ર દેવેન્દ્ર ફડણવીસનું નામ છે, જેઓ મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. આ આમંત્રણ પત્રમાં શિંદે ઉપરાંત NCP નેતા અજિત પવારનું નામ પણ નથી. તો બીજી તરફ અજિત પવારની NCP દ્વારા જારી કરવામાં આવેલા આમંત્રણ પત્રમાં દેવેન્દ્ર ફડણવીસ સિવાય માત્ર અજિત પવારનું નામ છે. આ આમંત્રણ પત્રમાંથી એકનાથ શિંદેનું નામ ગાયબ છે. આવી સ્થિતિમાં એકનાથ શિંદે આખરે શું નિર્ણય લેશે તે અંગે સસ્પેન્સ વધી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Politics : શિંદે ફરી વધાર્યા ફડણવીસના ધબકારા, અચાનક શિવસેનાના ધારાસભ્યો પહોંચ્યા વર્ષા નિવાસ્થાને; જાણો શપથ પહેલાનો તણાવ..
તો કેટલાક સૂત્રોનું કહેવું છે કે અજિત પવારની સાથે એકનાથ શિંદે પણ શપથ લઈ શકે છે. બાદમાં ત્રણેય પક્ષો વચ્ચે કેબિનેટ અને વિભાગોની વહેંચણીને આખરી ઓપ આપવામાં આવશે. ભાજપને 21થી 22 વિભાગ મળવાની શક્યતા છે. શિવસેનાએ 16 બેઠકો માંગી છે, જ્યારે તેને 12 બેઠકો મળવાની સંભાવના છે. સાથે જ અજિત પવારને 9થી 10 વિભાગો મળવાની પણ ચર્ચા છે.