Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે બિનહરીફ એમએલસી બન્યા, અન્ય આઠ ઉમેદવારો પણ ચૂંટાયા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ 

14 મે 2020

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને આઠ અન્ય રાજ્ય વિધાન પરિષદમાં બિનહરીફ ચૂંટાયા છે. આ સાથે સીએમ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતા પર બંધારણીય સંકટ ટળી ગયું. સીએમ ઉદ્ધવ ઠાકરે ઉપરાંત વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોર (શિવસેના), રણજીતસિંહ મોહિત પાટિલ, ગોપીચંદ પાડલકર, પ્રવીણ દટકે અને રમેશ કરાડ (તમામ ભાજપ) ને પણ ચૂંટાયેલા જાહેર કરાયા છે. ચૂંટાયેલા ઉમેદવારોમાં એનસીપીના શશીકાંત શિંદે અને અમોલ મિતકારી અને કોંગ્રેસના રાજેશ રાઠોડનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા આ કારણે તેમનું વિધાનસભા કે વિધાન પરિષદ બંન્નેમાંથી કોઈ એકમાં સભ્ય બનવુ જરૂરી થઈ ગયું હતું. મહત્વનું છે કે ચૂંટણીના મેદાનમાંથી પોતાનું નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 14 મે હતી. મંગળવારે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન અપક્ષ ઉમેદવાર શાહબાઝ રાઠોડનું નામાંકન નામંજૂર કરાયું હતું. આ સિવાય મંગળવારે જ ચાર ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા. આ રીતે નવ બેઠકો માટે માત્ર નવ ઉમેદવારો બાકી હતા. જેના કારણે તમામ બિનહરીફ ચૂંટાયા હતા..

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version