ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસસ્થાન વર્ષા પર મહા વિકાસ આઘાડી ના ઘટક દળોના નેતાઓને બોલાવ્યા છે. આ બેઠકમાં તમામ મંત્રીઓ સામેલ છે. એવું માનવામાં આવે છે કે હાલમાં સચિન વઝે પ્રકરણમાં જે રીતે મોજુદા સરકાર ફસાઈ ગઈ છે તેને ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરવું અને આગળના તકેદારીના પગલાં કઈ રીતે લેવા તે માટે આ બેઠક બોલાવવામાં આવી છે.
એવી શક્યતા પણ બતાવવામાં આવી રહી છે કે આ બેઠકમાં અનેક પોલીસ અધિકારીઓની બદલી કરવા સંદર્ભે નિર્ણય લેવામાં આવે.
