Site icon

મહારાષ્ટ્રના લોનાવાલામાં રેલ-દુર્ઘટના : આ સ્પેશિયલ ટ્રેન પાટા પરથી ઊતરી, તમામ મુસાફરો સુરક્ષિત; જુઓ વીડિયો અને જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર 
આજે (સોમવારે) સવારે મહારાષ્ટ્રના લોનાવાલામાં સેન્ટ્રલ કૅબિન પાસે ઇન્દોર-દૌંડ સ્પેશિયલ ટ્રેન પાટા પરથી ઊતરી  ગઈ. સદ્ભાગ્યે ટ્રેનની ધીમી ગતિને કારણે કોઈને ઈજા પહોંચી ન હતી. તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ અકસ્માત સોમવારે સવારે લગભગ 7.50 વાગ્યે થયો હતો. ટ્રેન લોનાવાલા સ્ટેશન પહોંચી રહી હતી એ દરમિયાન છેલ્લા બે કોચ પાટા પરથી ઊતરી ગયા હતા. થોડા સમય માટે મુસાફરોમાં અરાજકતા સર્જાઈ અને એમાંથી મોટા ભાગના ટ્રેનમાંથી ઊતરી ગયા. તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોનાવાલા ખાતે અન્ય લાઇન પર ટ્રેનોની અવરજવર ચાલુ છે. ક્ષતિગ્રસ્ત ટ્રૅકને રિપેર કરવાના પ્રયાસો ચાલુ છે, જુઓ વીડિયો.

હવે શાળાઓ શરૂ થવાની છે ત્યારે. શિક્ષકોનું રસીકરણ પૂરજોશમાં. આટલા ટકા રસીકરણ થયું. તેમજ પાલિકાની શાળાઓમાં થઈ રહી છે આ તૈયારી.

Join Our WhatsApp Community

 

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version