ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 જાન્યુઆરી 2022
મંગળવાર
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર વધી રહ્યું છે.
મહાબળેશ્વરમાં વેન્ના ઝીલ પાસેનું તાપમાન 4.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
નંદુરબાર અને નાસિકના નિફાડમાં પણ પારો 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે-ત્રણ દિવસ સુધી મુંબઈના ઘણા ભાગોમાં તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે.