Site icon

મહારાષ્ટ્રના આ બે જિલ્લાઓમાં હજી પણ કોરોનાનું ગંભીર સંકટ યથાવત્; કેન્દ્રીય ટીમે આપ્યું સંપૂર્ણ લૉકડાઉનનું સૂચન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

કોલ્હાપુર અને સાંગલીની મુલાકાત લેતાં નિષ્ણાતોની એક સેન્ટ્રલ ટીમે મહારાષ્ટ્રની ચિંતા વધારી છે. કોલ્હાપુર અને સાંગલી હજી પણ કોરોનાનો પૉઝિટિવિટી રેટ વધારે છે. આ કેન્દ્રીય ટીમે સંપૂર્ણ લૉકડાઉન કરવા સૂચવ્યું છે. કેન્દ્રીય ટીમે ચિંતા વ્યક્ત કરી હતી કે નિયમિતપણે શ્રેણીબદ્ધ પગલાં લેવાય છે છતાં બંને જિલ્લામાં ટ્રાન્સમિશન કેમ અટકતું નથી. જોકેરાજ્યના આરોગ્ય અધિકારીઓએ મીડિયાને કહ્યું હતું કે તેઓને હજી સુધી સેન્ટ્રલ ટીમના સભ્યો તરફથી રિપૉર્ટ મળ્યો નથી.

આ સંદર્ભે રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ મીડિયાને કહ્યું હતું કે રાજ્યના બાકીના જિલ્લાઓની તુલનાએ એવા માત્ર 10 જિલ્લાઓ છે, જ્યાં પૉઝિટિવિટી રેટ વધારે છે અને કેન્દ્રીય ટીમે અહીંના કેટલાક જિલ્લાઓની મુલાકાત લીધી છે.કેન્દ્રીય ટીમે ટેસ્ટિંગ, કૉન્ટૅક્ટ ટ્રેસિંગ અને રસીકરણ વધારવા પર ભાર મૂક્યો હતો. ટોપેએ ઉમેર્યું હતું કે તેઓ ટૂંક સમયમાં દિલ્હી જશે અને વધુ રસીના ડોઝ સપ્લાય કરવા કેન્દ્રને ફરી વિનંતી કરશે.

વાહ! મલાડની આ ખાનગી શાળાએ એક વર્ષની સંપૂર્ણ ફી જતી કરી; સ્કૂલની લૅબોરેટરી ભાડે આપી, વાલીઓને રાહત આપી, જાણો વિગત

નૅશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલના ડિરેક્ટર ડૉ. સુજિતસિંહે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે આ જિલ્લાઓમાં કોરોનાનું કોઈ નવું ચિંતાજનક રૂપ સામે આવ્યું છે કે કેમ? જેને કારણે કેસ ઘટતા નથી.ઉલ્લેખનીય છે કે તમામ પ્રયાસ છતાં અહીં કોરોનાના કેસ કાબૂમાં ન આવતાં કેન્દ્રીય ટીમે આ સૂચન કર્યું છે, જેથી આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version