ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ ૨૦૨૧
શનિવાર
કોરોના ને કારણે મહારાષ્ટ્રના વધુ એક નેતા નો જીવ ગયો છે. કોંગ્રેસના ધારાસભ્ય રાવસાહેબ જયંતરાવ અંતાપુરકર નું કોરોના ને કારણે નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા તેમજ મુંબઈ ખાતે એક ખાનગી હોસ્પિટલમાં પોતાનો ઇલાજ કરાવી રહ્યા હતા. મહારાષ્ટ્ર નાંદેડ જિલ્લા માં બિલોરી દેગ્લૂર વિધાનસભા મતદાન ક્ષેત્રમાંથી તેઓ બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ એક લોકપ્રિય જન પ્રતિનિધિ તરીકેની ઇમેજ ધરાવતા નેતા હતા. તેમની મૃત્યુને કારણે મહારાષ્ટ્રના અનેક નેતાઓએ શોક પ્રગટ કર્યો છે.