News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની ગઠબંધનવાળી મહાવિકાસ આઘાડી સરકાર ખતરામાં મૂકાઇ હોય તેવું લાગી રહ્યું છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ઓછામાં ઓછાં 25 ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.
તેઓએ કોંગ્રેસના મંત્રીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાનો સમય માંગ્યો છે.
તેમનો આરોપ છે કે, તેમની જ પાર્ટીના મંત્રીઓ તેમની ચિંતાઓનો જવાબ નથી આપી રહ્યાં.
ધારાસભ્યોએ એક પત્રમાં સોનિયા ગાંધીને 'વસ્તુઓને ઠીક કરવા' દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.
આ સમાચાર પણ વાંચો: ભાજપના સાંસદ વરુણ ગાંધી અને સંજય રાઉત વચ્ચે 3 કલાક ચર્ચા. જાણો વિગતે