Site icon

મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના અધ્યક્ષે ફોન ટેપિંગ મામલે આપ્યું મોટું નિવેદન; રાજ્ય સરકાર પાસે કરી આ માગણી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના અધ્યક્ષ નાના પટોલેએ માગણી કરી છે કે મહારાષ્ટ્ર સરકારે પશ્ચિમ બંગાળ સરકારની જેમ નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવી જોઈએ. પેગાસસ સ્પાયવેર દ્વારા દેશના મહત્વપૂર્ણ રાજકીય નેતાઓ, પત્રકારો, વકીલો અને સામાજિક કાર્યકરોના ફોન હેક થયા છે. હેકિંગ દ્વારા આ લોકો પર નજર રાખવામાં આવી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જોકેકેન્દ્ર સરકારે હજુ સુધી આ કેસની તપાસના આદેશ આપ્યા નથી, પણ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે જાસૂસી કેસની તપાસ માટે એક સમિતિની રચના કરી છે.

આ અંગે વાત કરતાં નાના પાટોલેએ મીડિયાને જણાવ્યું હતું કે માહિતી પ્રકાશમાં આવી છે કે વર્ષ 2017થી પેગાસસ દ્વારા મહત્વપૂર્ણ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન, રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારે પણ મારા સહિત વિવિધ પક્ષોના રાજકીય નેતાઓના ફોન ટેપ કર્યા હતા.

નાસિકની ચલણી નોટની પ્રિન્ટિંગ પ્રેસમાંથી પાંચ લાખની ચોરીના કેસમાં આવ્યો નવો વળાંક; પોલીસ તપાસમાં સામે આવી ચોંકાવનારી માહિતી, જાણો વિગત

વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જોકેઆ મામલે હજી ઘણા પ્રશ્નો અનુત્તરિત રહ્યા હોવાનું પટોલેએ કહ્યું હતું. પટોલેએ કહ્યું હતું કે જો પશ્ચિમ બંગાળ સરકારની જેમ મહારાષ્ટ્ર સરકાર પણ નિવૃત્ત ન્યાયાધીશોની તપાસ સમિતિની નિમણૂક કરશે તો સત્ય બહાર આવશે.

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારને અસ્થિર બનાવવા માટે ફોન ટેપિંગનો ઉપયોગ કરવાની વાત વહેતી થઈ હતી. કેટલાક અધિકારીઓ દ્વારા વિપક્ષી ધારાસભ્યોને ધમકાવવાની પણ વાત કરવામાં આવી હતી. આપણે આ સમગ્ર મામલાની મૂળમાં જવાની જરૂર છે અને ન્યાયિક તપાસ ઘણા અનુત્તરિત પ્રશ્નોના જવાબ આપશે એમ નાના પટોલે ઉમેર્યું હતું.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version