ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
મહારાષ્ટ્રમાં કોરોનાની તેજ રફ્તાર ચિંતા વધારી રહી છે. ગત અઠવાડિયે (8 માર્ચથી 14 માર્ચ) દાખલ કરવામાં આવેલા આંકડા મુજબ દેશના તમામ રાજ્યોમાં દાખલ સંક્રમણના મામલામાં 61 ટકા મામલા ફક્ત મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે.
રાજ્યમાં ગઈકાલે 15,051 કેસ નોંધાયા, 10,617 દર્દી સાજા થયા, 48 લોકોનાં મોત નીપજ્યા
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 92.07%
કુલ સંક્રમિતોની સંખ્યા – 23,29,464
મૃત્યુઆંક – 52,909
કુલ સ્વસ્થ થયા – 21,44,743
કુલ એક્ટિવ કેસ – 1,30,547.
આનંદો : મુંબઈ શહેરમાં હવે લોકડાઉનની શક્યતા નહીવત, જોકે સરકાર આકરા પગલાં લેવાનું ચાલુ રાખશે.