Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં કોરોના વધુ ઘાતક બન્યો, રાજ્યમાં ઓક્ટોબર બાદ પહેલી વાર સૌથી વધુ કેસ નોંધાતા આઘાડી સરકાર ચિંતામાં

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

04 માર્ચ 2021

મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથુ ઉચકતા દરરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 9855 કેસ નોંધાયા છે અને 42 દર્દીઓના મોત થયા છે. આથી કોરોના ગ્રસ્તોની સંખ્યા વધીને 21 લાખ 79 હરાજ 175 થઇ છે અને મરણાંકની સંખ્યા વધીને 52280 થઇ છે. જયારે રાજ્યમાં કોરોનાના 82,343 દર્દી સારવાર હેઠળ છે. 

બીજી તરફ મહારાષ્ટ્રમાં આજે 3559 દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. આથી આજ દિન સુધી 20 લાખ 43 હજાર 349 દર્દીઓએ કોરોનાથી મુક્ત ને મ્હાત આપી છે. જોકે રાજ્યમાં રિકવરીનું પ્રમાણ બે ટકા ઘટીને ૯૩.૭૭ ટકા થયું છે. 

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1121 કેસ નોંધાયા છે અને 6 દર્દીઓના મોત નિપજ્યા છે. આથી મુંબઇમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 3,28,740 થઇ છે. જ્યારે મરણાંકની સંખ્યા 11482 થઇ છે. આજે મુંબઇમાં 734 દર્દીઓ સાજા થતા હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે.  શહેરમાં સક્રિય કેસોમાં વધારો થયો છે હાલ શહેરમાં 10010 સક્રીય કેસ છે.  

Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Exit mobile version