ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ફેબ્રુઆરી 2021
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક ‘બોલ્ડ નિર્ણય’ લેવા જઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ આઈએએસ અધિકારીઓને નિર્દેશ આપી દીધા છે કે સરકારી કર્મચારીઓમાં એક-બે નહીં પરંતુ ત્રણ શિફ્ટ શરૂ કરવામાં આવે. કોરોના ને કારણે અનેક લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ એક જ સમયે ઘણા બધા લોકોને ઓફિસમાં બોલાવવાથી કોરોના નો ખતરો વધી જાય છે.હવે રાજ્ય સરકારે કહ્યું છે કે ત્રણ શિફ્ટમાં કામ કરવામાં આવે. પહેલી શિફ્ટ વહેલી સવારથી સાંજ સુધીની હશે જ્યારે કે બીજી શિફ્ટ બપોરથી શરૂ કરીને મોડી સાંજ સુધી હશે. આ સિવાય ત્રીજી શિફ્ટ ઘરેથી કામ કરનાર લોકોની રહેશે.
હવે આ સંદર્ભે રાજ્યના આઇએએસ ઓફિસરો જે કાંઈ પ્રત્યુત્તર આપે છે તેના આધારે આગળનો નિર્ણય લેવાશે.
