ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૪ મે 2021
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલી તમામ મહાનગરપાલિકાના કમિશનર સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મીટીંગ થઇ હતી.
મુંબઈના ગુજરાતીઓની પહેલી પસંદ એવી આ ત્રણ ટ્રેનો સોમવારથી પશ્ચિમ રેલવેએ બંધ કરી.
આ મિટિંગમાં કોરોના સામે લેવામાં આવતી ઉપાયોથી ના સંદર્ભે ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં સર્વસંમતિથી નક્કી કર્યું છે કે લેબોરેટરી પર કાયદો કરવામાં આવશે કે તેમણે કોરોના ટેસ્ટના પરિણામો ૨૪ કલાકમાં આપવા પડશે. આ ઉપરાંત જમ્બો કોવિડ સેન્ટરમાં જે દર્દીઓ ભરતી થયા છે તેમના પરિવારજનોને ફોન ના માધ્યમથી ઈલાજ વિશે જાણકારી આપવામાં આવશે.
આમ રાજ્ય સરકારે દર્દીઓની સુવિધા વધારવા માટે અમુક મહત્ત્વપૂર્ણ પગલાં લીધા છે
