Site icon

લ્યો કરો વાત. મહારાષ્ટ્ર પોલીસે દિલ્હી ભાજપના પ્રવક્તાને ટ્વીટ કરવા બદલ નોટિસ પાઠવી. પ્રવક્તાએ મહારાષ્ટ્ર પોલીસ પર ઉઠાવ્યા સવાલ. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા(Social Media) પર સામાજિક અને ધાર્મિક તણાવ નિર્માણ કરનારી પોસ્ટ (Post)સામે મહારાષ્ટ્ર પોલીસ(Maharashtra Police)ની સાઈબર ટીમ(cyber team) કડક હાથે કામ લેતી હોય છે અને આવી પોસ્ટ ડિલીટ કરતી હોય છે. છેલ્લા ચાર મહિનામાં આવી 12,800 પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે. ત્યારે દિલ્હી(Delhi)ના ભાજપ(BJP)ના પ્રવક્તાએ સોશિયલ મીડિયા(Social Media) પર કરેલી એક ટ્વિટ(Tweet) સામે મહારાષ્ટ્રની સાયબર પોલીસે(Maharashtra cyber police) તેમને નોટિસ આપી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

Join Our WhatsApp Community

દિલ્હીના ભાજપના પ્રવક્તા(Delhi BJP Spokesperson) નવીન કુમાર જિંદાલે (Naveen Kumar Jindal) સોશિયલ મીડિયા ટ્વિટર(Social Media Twitter) પર સમાજના એક વર્ગના ટોળા દ્વારા પોલીસને માર મારવામાં આવતો હોવાનો ફોટો પોસ્ટ કરીને આ લોકોને ભારતમાં રહેવાનો ડર લાગે છે જેવો કટાક્ષ કર્યો છે. જોકે તેની આ પોસ્ટ સામે મહારાષ્ટ્ર સાયબર સેલે(Maharashtra cyber cell) તેમને તુરંત સેકશન 149 સીઆરપીસી હેઠળ નોટિસ મોકલી છે. નોટિસમાં આવી વાંધાજનક પોસ્ટ સમાજ માં તણાવ નિર્માણ કરનારી હોવાનું કહેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  રાજ ઠાકરેની ત્રીજી મેની ડેડલાઈન પહેલા રાજ્ય સરકાર સતર્ક. હવે લાઉડ સ્પીકર સંદર્ભે કાયદો બનશે. જાણો ગૃહ મંત્રીનું નવું નિવેદન.જાણો વિગતે

મહારાષ્ટ્ર સાયબર સેલે(Maharashtra cyber cell) મોકલેલી નોટિસ સામે જોકે ભાજપના આ પ્રવક્તા ફરી ટ્વીટ કરીને લોકોને સવાલ કર્યો હતો કે આવી પોસ્ટમાં ખોટું શું છે? આવી પોસ્ટ કરીને તેણે મહારાષ્ટ્ર સાયબર સેલને જ વળતો સવાલ કર્યો હતો. તેથી હવે આ પોસ્ટ ફરી એક વખત શિવસેના અને ભાજપ વચ્ચે ચર્ચાનો વિષય બની ના રહે તો નવાઈ રહેશે.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version