Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સહિત દેશના આ 10 રાજ્યોમાં પણ કોરોનાના સંક્રમણ માં તેજી, જાણો કેવી છે અન્ય રાજ્યોની  સ્થિતિ..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

16 માર્ચ 2021

દેશમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. જો કે મહારાષ્ટ્ર ઉપરાંત 10 અન્ય રાજ્યો- કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગત અઠવાડિયે સંક્રમણના મામલામાં વૃદ્ધિ નોંધાઈ છે. વર્ષની શરૂઆતમાં દરરોજ 10 હજાર કેસ નોંધાતા હતા. તેના સ્થાને હવે દરરોજ 25 હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે. જે દેશમાં કોરોનાની બીજી લહેર દર્શાવે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, દિલ્હી. હરિયાણા, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં મામલા તેજીથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ મળીને 77 ટકા સક્રિય દર્દી છે. મહારાષ્ટ્રમાં ફક્ત 58 ટકા સક્રિય દર્દી છે.  

 મહારાષ્ટ્રમાં દૈનિક કોરોના કેસમાં સતત વધારો.ગત સપ્તાહે દેશમાં જેટલા કેસ નોંધાયા તેના 61% માત્ર મહારાષ્ટ્રમાં

10 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ (માર્ચ1-7થી માર્ચ 8-14 ની વચ્ચે)

મહારાષ્ટ્ર- 30,029

પંજાબ- 3,149

કર્ણાટક- 1,493

ગુજરાત- 1,324

છત્તીસગઢ- 1,249

મધ્ય પ્રદેશ- 1,074

તમિલનાડુ- 1,026

હરિયાણા- 881

દિલ્હી-783

આંધ્ર પ્રદેશ- 393

આનંદો : મુંબઈ શહેરમાં હવે લોકડાઉનની શક્યતા નહીવત, જોકે સરકાર આકરા પગલાં લેવાનું ચાલુ રાખશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાએ ફરી એકવાર માથુ ઉચકતા કેન્દ્ર સરકારે પણ તેની નોંધ લીધી છે. આ જ કારણ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મુખ્યમંત્રીઓની એક બેઠક બોલાવી છે. આ સમય દરમિયાન તે કોરોનાની સ્થિતિ અને રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા અંગે ચર્ચા કરશે.

Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Mumbai Pune Expressway Missing Link Accident મુંબઈપુણે એક્સપ્રેસવેના ‘મિસિંગ લિંક’ પર ગમખ્વાર અકસ્માત ખાનગી બસ અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર, 6 મુસાફરો ઈજાગ્રસ્ત
Pune Airport Hashish Seized પુણે એરપોર્ટ પર ₹1 કરોડનું હશીશ જપ્ત બેંગકોકથી આવેલી મહિલા પેસેન્જરની ધરપકડ, કોસ્મેટિક્સ કન્ટેનરમાં છુપાવ્યો હતો ડ્રગ્સનો જથ્થો
Exit mobile version