Site icon News Continuous Bureau | Mumbai

31 જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન, આંશિક છુટછાટ અપાશે: ઉદ્ધવ ઠાકરે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

29 જુન 2020

મહારાષ્ટ્ર સરકારે આજે જાહેરાત કરી છે કે રાજ્યમાં 31 જુલાઇ સુધી સંપૂર્ણપણે લોકડાઉન રહેશે. આ પગલા લેવા પડ્યાં છે કારણ કે રાજ્યમાં COVID-19 કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, એમ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે. જોકે, હમણાં સુધી, રાજ્ય દ્વારા આપવામાં આવેલી આંશિક છૂટછાટની નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી નથી.

કોરોના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લેતા, ફક્ત તે સ્થાનના હોટસ્પોટને બંધ કરવાથી વધુ ફરક પડશે નહીં. તેથી જ મહાનગરપાલિકા, પોલીસ અને સરકાર વચ્ચે સંયુક્ત બેઠકમાં 1 જુલાઇના મધ્યરાત્રિથી 31 જુલાઇ સુધી સમગ્ર મહારાષ્ટ્રને તાળાબંધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતભરમાં કોવિડ -16 કેસોમાં ઝડપી ઉછાળા પછી, ઘણા રાજ્યોએ અત્યંત ચેપી વાયરસને વધુ ફેલાતો રોકવા કેટલાક જિલ્લાઓમાં સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે. દેશમા અત્યાર સુધીમાં પુષ્ટિ થયેલા કોરોનાવાયરસ કેસની સંખ્યા 5,00,000 થી વધુ થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક પણ 15,000 ની સપાટીને વટાવી ગયો છે. દેશનાં દસ જિલ્લા અને શહેરોમાં કુલ કેસ 54.47 ટકા છે.. 1 જૂનથી 26 જૂન દરમિયાન, દેશમાં 2,99,866 કેસ નોંધાયા છે, એમ ડેટા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ

https://bit.ly/38bY0gJ

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version