Site icon News Continuous Bureau | Mumbai

Solapur accident: લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, મહારાષ્ટ્રમાં ટ્રક-કારની ટક્કરમાં એક જ પરિવારના ૫ સભ્યોના મોત.

મહારાષ્ટ્રના સોલાપુરમાં કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થતા 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ દુર્ઘટનામાં એક નવવિવાહિત યુગલ ગંભીર રીતે ઘાયલ થયું છે.

Solapur accident લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, મહારાષ્ટ્રમાં ટ્રક-કારની ટક્કરમાં એ

Solapur accident લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, મહારાષ્ટ્રમાં ટ્રક-કારની ટક્કરમાં એ

News Continuous Bureau | Mumbai

Solapur accident  મહારાષ્ટ્રના સોલાપુરથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. તુલજાપુર માં દેવદર્શન માટે નીકળેલા નવવિવાહિત દંપતિની કારનો ભીષણ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ ઘટનામાં નવવિવાહિત દંપતિ ગંભીર રીતે ઘાયલ થયું છે.

Join Our WhatsApp Channel

શું છે સમગ્ર મામલો?

બાર્શી તહસીલના પાંગરી ગામમાં કાર અને ટ્રકની સામસામે ટક્કર થવાથી આ દર્દનાક ઘટના બની છે. પાંગરી ગામ પાસે આવેલા જાંભળબેટ પુલ પર થયેલા આ અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે કચડાઈ ગઈ હતી. મૃતકોમાં ગૌતમ કાંબલે, જયા કાંબલે, સંજય વાઘમારે, સારિકા વાઘમારે સહિત એક અન્ય મહિલાનો સમાવેશ થાય છે.વળી, ચાર દિવસ પહેલા જ લગ્નના બંધનમાં બંધાયેલા અનિકેત ગૌતમ કાંબલે અને મેઘના અનિકેત કાંબલે ગંભીર રીતે ઘાયલ છે.

આ સમાચાર પણ વાંચો : GDP Growth: GDPના મજબૂત આંકડાઓની અસર, શેરબજારમાં જબરદસ્ત ઉછાળો, રોકાણકારોને મોટો ફાયદો

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને બાર્શીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા.પ્રાથમિક માહિતી મુજબ, 26 નવેમ્બરના રોજ અનિકેત અને મેઘનાના લગ્ન થયા હતા. પરિવારજનો આ બંનેને લઈને તુલજાપુરમાં દેવદર્શન માટે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં આ ભીષણ અકસ્માત થયો.

Zeeshan Siddique Security Concerns ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી આક્રમક ‘મારા પર ગોળીબાર થવાની રાહ જુએ છે સરકાર?’ ઉઠાવ્યા ગંભીર સવાલો
Tiger Shroff Firing CJP Reaction નિર્દોષ યુવાનો પર દંડા અને ગુંડાઓ ખુલ્લેઆમ ફરે છે! ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ભડક્યા અભિજીત દીપકે સરકારને લીધી આડે હાથ!
Gujarat Tiger Population Expansion ગુજરાતના જંગલોમાં ફરી ગુંજશે વાઘની ત્રાડ! રતનમહાલમાં એકલા ફરતા વાઘને મળશે સાથી આ રાજ્યમાંથી આવી રહી છે ૨ વાઘણ!
Maharashtra RPF Officer Daring Rescue જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો… ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પટકાયેલી મહિલાને જવાને બચાવી; સીસીટીવી સામે આવ્યા
Exit mobile version