Site icon

વિદ્યાર્થીઓ માટે ખબર.. મહારાષ્ટ્રમાં અંતિમ વર્ષની પરીક્ષા ઓક્ટોબરમાં, ઑનલાઇન લેવામાં આવી શકે છે… જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Community

31 ઓગસ્ટ 2020

કેદ્રિય શિક્ષણ વિભાગ ના આદેશ બાદ મહારાષ્ટ્રની યુનિવર્સિટીઓમાં ફાઈનલ યરની પરીક્ષા ઓક્ટોબરમાં લેવામાં આવે તેવી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રશ્નપત્રો એમસીક્યુ (પસંદગીના પ્રશ્નો) ફોર્મેટમાં હોઈ શકે છે. આ માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં અંતિમ પરીક્ષાઓ યોજવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી શકે છે, રવિવારે મળેલી કુલપતિની સમિતિની બેઠકમાં આ મુદ્દાઓ પર વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. 

મુંબઈ યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, સંભવત પેનલ ઓનલાઇન મોડમાં પરીક્ષાઓ યોજવાનું સૂચન કરશે. યુનિવર્સિટીઓને કોલેજના આચાર્યોને ઓનલાઇન પરીક્ષાની કેટલી શક્યતા છે તેનો અંદાજો કાઢવાનુ કહેવામાં આવી શકે છે. સામાન્ય રીતે 3 કલાકનું પેપર હોય છે. પરંતુ નિષ્ણાતો પરીક્ષાના સમયગાળાને એક કલાક જેટલો ઘટાડવાનું સૂચન પણ કરી શકે છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે "યુનિવર્સિટીઓને નવી પરીક્ષાની તૈયારી માટે સમયની જરૂર પડશે, તેથી 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષા યોજવાનું શક્ય નથી" રાજ્યના ઉચ્ચ અને તકનીકી શિક્ષણ પ્રધાન ઉદય સામંતે એક ટ્વિટમાં કેન્દ્રના અનલોકની  માર્ગદર્શિકા પર સવાલ ઉઠાવ્યા હતા, કહ્યું કે “30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષાઓ કેવી રીતે લઇ શકાય!? શાળાઓ અને કોલેજો લાંબા સમયથી બંધ છે. રાજ્ય સરકારો અને વિદ્યાર્થીઓએ શું કરવું એ અંગે કોઈ સ્પષ્ટતા નથી?”

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ફાઈનલ યરની પરીક્ષાઓ લેવા માટેના શ્રેષ્ઠ વિકલ્પો તપાસવા માટે જ વી-સી પેનલની રચના કરી છે. આ પેનલમાં મુંબઇ, પુના, ઔરંગાબાદ, નાગપુર, નાંદેડ અને એસએનડીટી યુનિવર્સિટીઓનાં વાઇસ ચાન્સેલરો અને મુંબઈ યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર તેમજ  ઉચ્ચ અને તકનીકી શિક્ષણના ડિરેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો હતાં…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Konkan Crabs: પ્રદૂષણના કારણે કોંકણના કરચલાઓનો જીવ જોખમમાં; જો દરિયાઈ જૈવવિવિધતા ટકાવવામાં ન આવે તો
Exit mobile version