કોરોનાના નવા કેસો મુદ્દે મહારાષ્ટ્ર અમેરિકા, ફ્રાંસ અને બ્રાઝિલને પણ પાછળ છોડી વિશ્વમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે
મહારાષ્ટ્રના આરોગ્ય સચિવના જણાવ્યાનુસાર 20,250 ICU બેડ્સમાંથી લગભગ 75% બેડ્સ ફુલ થઈ ગયાં છે, જ્યારે 67,000 ઑક્સિજન બેડ્સમાંથી 40% બેડ્સ ભરાઈ ચૂક્યાં છે.
મહારાષ્ટ્રના લગભગ 12 જિલ્લા તો એવા છે, જ્યાં એકપણ બેડ ખાલી નથી.
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં આ કોરોનાની ગતિ ત્યારે છે જ્યારે રાજ્યમાં શનિવાર-રવિવારે બે દિવસનું વીકેન્ડ લોકડાઉન હતું.
વગર કારણે સ્કૂટર બહાર કાઢવા વાળા 2000 દંડાયા. હજુ દંડાશે. જાણો આંકડા…
