Site icon

છઠ્ઠા જ્યોતિર્લિંગ ભીમાશંકર લઇને ગરમાયું રાજકારણ, આસામથી લઇને મહારાષ્ટ્ર સુધી છેડાયો મહાવિવાદ, જાણો શું છે કારણ

મહાશિવરાત્રીના અવસર પર આસામ સરકાર શિવભક્તો અને પ્રવાસીઓને આમંત્રિત કરી રહી છે, આ માટે સરકારે એક જાહેરાત બહાર પાડી છે. આસામની હિમંત બિસ્વા સરમા સરકારે એક વિજ્ઞાપન બહાર પાડીને દાવો કર્યો છે કે છઠ્ઠું જ્યોતિર્લિંગ આસામમાં આવેલું છે. સરકારની આ જાહેરાત 14 ફેબ્રુઆરી મંગળવારના રોજ આવી હતી. જેમાં સરકારે દાવો કર્યો હતો કે 'છઠ્ઠું જ્યોતિર્લિંગ આસામમાં છે'.

Maharashtra fumes as Assam claims sixth jyotirlinga

છઠ્ઠા જ્યોતિર્લિંગ ભીમાશંકર લઇને ગરમાયું રાજકારણ, આસામથી લઇને મહારાષ્ટ્ર સુધી છેડાયો મહાવિવાદ, જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

મહાશિવરાત્રીના અવસર પર આસામ સરકાર શિવભક્તો અને પ્રવાસીઓને આમંત્રિત કરી રહી છે, આ માટે સરકારે એક જાહેરાત બહાર પાડી છે. આસામની હિમંત બિસ્વા સરમા સરકારે એક વિજ્ઞાપન બહાર પાડીને દાવો કર્યો છે કે છઠ્ઠું જ્યોતિર્લિંગ આસામમાં આવેલું છે. સરકારની આ જાહેરાત 14 ફેબ્રુઆરી મંગળવારના રોજ આવી હતી. જેમાં સરકારે દાવો કર્યો હતો કે ‘છઠ્ઠું જ્યોતિર્લિંગ આસામમાં છે’.

Join Our WhatsApp Community

છઠ્ઠું જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે?

હિંદુ માન્યતાઓ અનુસાર કુલ 12 જ્યોતિર્લિંગ છે. આમાંથી 3 જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં છે. નાસિકમાં ત્ર્યંબકેશ્વર, ઔરંગાબાદમાં ઘૃષ્ણેશ્વર અને પૂણેમાં ભીમાશંકર જે છઠ્ઠું જ્યોતિર્લિંગ છે. પરંતુ આ જ્યોતિર્લિંગ અંગે આસામ અને મહારાષ્ટ્રના લોકોનો પોતાનો દાવો છે. ઘણા લોકો માને છે કે છઠ્ઠું જ્યોતિર્લિંગ ફક્ત મહારાષ્ટ્રમાં છે, જે પુણેમાં સહ્યાદ્રી પર્વત પર સ્થિત છે. પરંતુ આસામમાં ગુવાહાટી પાસે આવેલ જ્યોતિર્લિંગ ભીમશંકર જ્યોતિર્લિંગ હોવાનો દાવો કર્યો છે.

જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે છઠ્ઠું જ્યોતિર્લિંગ ગુવાહાટી એરપોર્ટથી 18 કિલોમીટર દૂર પમોહીમાં છે. આ મુજબ, આ જ્યોતિર્લિંગ આસામ રાજ્યમાં ડાકિની પહાડીઓની તળેટીમાં છે. આસામ સરકાર ત્યાં મહાશિવરાત્રીના અવસર પર એક કાર્યક્રમનું આયોજન કરી રહી છે. જાહેરાતમાં તેમણે શ્રદ્ધાળુઓને ત્યાં મોટી સંખ્યામાં આવવાની અપીલ કરી છે.

આ સમાચાર પણ વાંચો :  કર હર મેદાન ફતેહ! આ છોકરીએ ‘SKY’ની સ્ટાઈલમાં 360 ડિગ્રીમાં શોટ્સ ફટકાર્યા, બેટિંગ જોઈને તમે પણ થઈ જશો ફેન.. જુઓ વીડિયો

હવે આ જાહેરાતને લઈને મહારાષ્ટ્રમાં ભગવાન અને મંદિરને લઈને વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને એનસીપીએ આ અંગે ભાજપ પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રની વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આસામ સરકારને ઘેરી લેતા તેમના દાવાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે પુણે જિલ્લામાં ભીમાશંકર સ્થિત જ્યોતિર્લિંગ પહેલાથી જ દેશના છઠ્ઠા જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે.

મહારાષ્ટ્રના વિપક્ષોએ ભાજપ પર પ્રહારો કરી કહ્યું હતું કે છઠ્ઠું જયોતિર્લિંગ મહારાષ્ટ્રના પૂણેમાં ભીમાશંકર પાસે આવેલું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના મહાસચિવ સચિન સાવંતે જણાવ્યું હતું કે ઉદ્યોગો છિનવી લીધા બાદ ભાજપ હવે રાજયમાંથી ભગવાન શિવને છિનવી લેવા માગે છે. અમે આવા વાહિયાત દાવાની નિંદા કરીએ છીએ.

MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
BMC Election Result 2026: મુંબઈ હવે ‘મહાયુતિ’ના કબજે! BMC સહિત 5 મહાનગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી, ભાજપ અને શિંદે જૂથનો ભવ્ય વિજય
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:BMC ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી! ઠાકરે બ્રાન્ડને નુકસાન
Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ:ભાજપ મુંબઈનો નવો બોસ છે! બીએમસીમાં પહેલી વાર મળી બહુમતી
Exit mobile version