ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓક્ટોબર, 2021
ગુરુવાર
ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ખેડૂતો સાથે થયેલા હિંસાચારનો પડઘો મહારાષ્ટ્રમાં પડવાની શરૂઆત થઈ ગઈ છે. ચાર દિવસ પહેલાં થયેલા હિંસાચારમાં ૪ ખેડૂતોના મોત થયા છે. મહારાષ્ટ્ર રાજ્ય મંત્રીમંડળની બુધવારે બેઠક યોજાઇ હતી. જેમાં ખેદ વ્યક્ત કરતો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. આ હિંસાચારના નિષેધમાં મહાવિકાસ આઘાડી સરકારે ૧૧મી ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર બંધની હાકલ કરી છે. આ બંધમાં ફક્ત આવશ્યક સેવાઓ જ શરૂ રહેશે.
મહારાષ્ટ્રમાં ‘કવચ કુંડલ અભિયાન‘ દસ દિવસમાં એક કરોડ લોકોને વેક્સિન મળશે.. જાણો વિગતે
મહારાષ્ટ્ર રાજ્યની મંત્રીમંડળની બેઠકમાં લખીમપુર હિંસાચારનો પડઘો સંભળાયો હતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને જળસંપદા મંત્રી જયંત પાટીલે આ બાબતે મુદ્દો ઉપસ્થિત કરીને કેન્દ્ર અને ઉત્તરપ્રદેશની ભાજપ સરકારની ખેડૂતો વિરોધની ભૂમિકાનો નિષેધ કરવાની માગણી કરી હતી.આ માગણીનું સમર્થન મહેસુલમંત્રી બાળાસાહેબ થોરાત અને ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈએ કર્યું હતું. તે અનુસાર બેઠકમાં ખેડૂતોના મૃત્યુ બદલ દુઃખ વ્યક્ત કરવાનો ઠરાવ પસાર કરાયો હતો. તે સમયે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત બધા જ મંત્રીઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું અને ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી.