Site icon News Continuous Bureau | Mumbai

સ્કૂલની ફીમાં 15 ટકાના ઘટાડાની મહારાષ્ટ્ર સરકારની જાહેરાત બાદ પણ વાલીઓ કેમ છે નારાજ? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

કોવિડ મહામારીને પગલે સ્કૂલની ફીમાં 15 ટકાનો ઘટાડો કરવાની મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે, પરંતુ આ સંદર્ભમાં સરકારે વટહુકમ બહાર પાડ્યો નથી, એથી સ્કૂલની ફીના નિર્ણયનો અમલ થઈ શક્યો નથી. એથી વાલીઓમાં સરકારની ફસામણી જાહેરાત સામે ભારે નારાજગી જોવા મળી છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ પ્રકરણમાં CBIએ કર્યો ચોંકાવનારો આરોપ; જાણો વિગત

કોરોનાને પગલે દેશભરમાં આખું વર્ષ ઑનલાઇન સ્કૂલ ચાલી હોવા છતાં સ્કૂલની ફી પૂરી વસૂલ કરવામાં આવી હતી. સામાન્ય પરિવારને કોરોનાને પગલે આવકમાં ફટકો પડ્યો હોવાથી સ્કૂલની ફીમાં ઘટાડો કરવાની માગણી થઈ રહી હતી. આ બાબતે હાઈ કોર્ટમાં અરજી પણ દાખલ થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે પણ સરકારની ટીકા કરી હતી. છેવટે  ઠાકરે સરકારે રાજ્યની સ્કૂલ ફીમાં કપાત કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ વટહુકમ હજી સુધી બહાર પાડ્યો નથી. એથી વાલીઓને કોઈ રાહત મળી નથી અને વાલીઓ પર ફી ભરી નાખવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ થઈ રહી છે. જોક્ આવી શાળાઓ વિરુદ્ધ શિક્ષણ ખાતામાં ફરિયાદ કરવાની અપીલ શિક્ષણ વિભાગે કરી છે તેમ જ બહુ જલદી આ બાબતે વટહુકમ બહાર પાડવામાં આવશે એવું પણ શિક્ષણ વિભાગે કહ્યું હતું.

Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Bhuj Barauni Amrit Bharat Express રેલવેની મુસાફરોને મોટી ભેટ ભુજ અને બરૌની વચ્ચે દોડશે નવી અમૃત ભારત એક્સપ્રેસ, ગુજરાત અને બિહાર વચ્ચે કનેક્ટિવિટી વધશે!
Duronto Express Stone Pelting નાગપુરમુંબઈ દુરંતો એક્સપ્રેસ પર ચાલુ ટ્રેન પર અસામાજિક તત્વોનો હુમલો; મુસાફરોનો આબાદ બચાવ, RPF તપાસમાં જોતરાઈ
Exit mobile version