ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ડિસેમ્બર 2021
શુક્રવાર
મહારાષ્ટ્રમાં હવે એક પછી એક રાજ્યના મંત્રીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.
કોંગ્રેસ વિધાયક દળના નેતા અને મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી બાલાસાહેબ થોરાટ કોરોના પોઝિટિવ આવ્યા છે.
તેમણે ટ્વીટ કરીને કોરોના સંક્રમિત થવાની માહિતી આપી છે. સાથે જ તેમણે સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
તેમણે કહ્યું કે તેમની તબિયત સારી છે, સંક્રમણના કોઈ લક્ષણ નથી. તેમ છતાં હું ડૉક્ટરની સલાહ પર વધુ સારવાર લઈશ.
આમ હવે રાજ્ય સરકારના કુલ ચાર મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં મહારાષ્ટ્ર સરકારમાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી પ્રાજક્ત તાનપુરે, આદિજાતિ વિકાસ મંત્રી કેસી પડવી, શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ, સાંસદ સુપ્રિયા સુલેનો સમાવેશ થાય છે.