Site icon

કાર્ડેલિયા ક્રુઝની રેવ પાર્ટી કેસમાં નવો વળાંક, શું આ પાર્ટીમાં મહારાષ્ટ્રના નામી નેતાનો પુત્ર પણ હતો સામેલ?; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 5 ઓક્ટોબર,  2021 
મંગળવાર.
કાર્ડેલિયા ક્રુઝની રેવ પાર્ટીના કેસમાં ધીમે-ધીમે નવો વળાંક આવતાં કેસમાં ગરમારો આવતો જણાય છે.

કાર્ડેલિયા ક્રુઝની રેવ પાર્ટીમાં અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન સામેલ છે. હવે આ કેસમાં બીજી માહિતી બહાર આવી રહી છે. જે મુજબ મહારાષ્ટ્ર સરકારના એક નેતાનો પુત્ર પણ તે રાત્રે ક્રૂઝ પર હતો. 

Join Our WhatsApp Community

મુંબઈની સ્થાનિક કોર્ટે આર્યન ખાન, મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટને 7 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ, સૂત્રોના જણાવ્યા મુજબ, જે માહિતી બહાર આવી રહી છે તે મુજબ, પુણેના એક મોટા નેતાનો પુત્ર પણ આ રેવ પાર્ટીમાં હાજર હતો. જ્યારે નાર્કોટિક કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી અને યુવકોને પકડવાનું શરૂ કર્યું, ત્યારે નેતાનો પુત્ર ત્યાંથી ભાગી ગયો હતો.

શું મુંબઈ હવે સુરક્ષિત છે? કોરોનાની ત્રીજી લહેર નહીં આવે? પાલિકાએ કોર્ટને કહી આ વાત: જાણો વિગત

સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ, પુણેના આ નેતા મહારાષ્ટ્ર સરકારમાં મોટો હોદ્દો ધરાવે છે. જ્યારે NCBની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે આ નેતાનો પુત્ર કેવી રીતે ભાગી શક્યો તે એક મોટી તપાસનો વિષય છે. આ નેતાના એક ભાઈએ તાજેતરમાં રાજકારણમાં પ્રવેશ કર્યો છે. આ સિવાય તે પારિવારિક વિવાદના કારણે પણ ચર્ચામાં રહ્યો હતો.

જો નેતા પુત્રની કાર્ડેલિયા ક્રુઝની રેવ પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી હોત, તો આ કેસમાં ચર્ચાનું મુખ્ય પાત્ર બદલાઈ ગયું હોત. હાલમાં આ કેસનું મુખ્ય પાત્ર શાહરુખ ખાનનો પુત્ર છે.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version