Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે કોરોના ટેસ્ટના ભાવ ઘટાડ્યા : લોકોને મળશે રાહત – આ છે નવી કિંમત

ન્યૂઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 એપ્રિલ 2021
ગુરુવાર

કોરોના ટેસ્ટિંગના ભાવ સતત ઘટી રહ્યા છે. કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો ટેસ્ટિંગની કિંમત ઘટતી રહે તે માટે છેલ્લા ઘણા સમયથી પ્રયાસરત  છે. હવે મહારાષ્ટ્ર સરકારે બહાર પડેલા નવા પરીપત્રક મુજબ જો દર્દી જાતે જ લેબમાં જઈને સેમ્પલ આપશે તો કોવિડના RTPCR ટેસ્ટ માટે 500થી વધુ રૂપિયા લઈ શકાશે નહિ. કોવિડ કેર સેન્ટર, હેલ્થ સેન્ટર અને કોવિડ હોસ્પિટલ માટે આ કિંમત 600 રૂપિયા તો ઘરેથી સેમ્પલ આપવાની સુવિધા માટે 800 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે જયારે કોરોનાની શરૂઆત થઈ હતી ત્યારે પ્રતિ ટેસ્ટ 4500 રૂપિયા લેવામાં આવતા હતા, પરંતુ ત્યારબાદ આ ઉઘાડી લૂંટ સમક્ષ સરકારે સતત પગલાં લેવાના ચાલુ રાખ્યા છે. હેવ કોરોનાની બીજી લહેર આવી છે, ત્યારે ટેસ્ટિંગ પર ભાર આપવો જરૂરી છે, જેથી નવા દર્દી સામે આવે તો તેમની સારવાર કરી તેમને સંક્રમણ ફેલાવતા અટકાવી શકાય. સરકારનો આ નિર્ણય સરાહનીય છે.

આ સંદર્ભે મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું કે "રાજ્ય પાસે હાલ પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ માટેના સ્ત્રોત ઉપલબ્ધ છે. તેથી રાજ્ય સરકારે ટેસ્ટની કિંમત ઘટાડવાનો નિર્ણય કર્યો છે."

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version