Site icon

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણયઃ મુંબઈમાં પ્રશાસક નિમાશે, મુંબઈ મનપાના કાયદામાં સુધારો કરાશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022      

Join Our WhatsApp Community

ગુરુવાર.

મુંબઈ મહાનગરપાલિકાની મુદત પૂરી થઈ રહી છે અને કોરોનાની પરિસ્થિતિને પગલે તાત્કાલિક ચૂંટણી યોજવી શકય નથી. તેથી મહારાષ્ટ્ર સરકારે કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લઈને 1888ના મુંબઈ મહાનગરપાલિકાના કાયદામાં સુધારો કરીને મુંબઈ મનપા પર પ્રશાસક (એડમિનિસ્ટ્રેટર) નિમવાને માન્યતા આપી છે. 

મુંબઈ મહાનગરપાલિકાની મુદત સાતમી માર્ચ 2022ના પૂરી થઈ રહી છે. હાલ રાજયમાં કોરોનાની સ્થિતિ અને મુંબઈના પાલિકાના વોર્ડની સંખ્યામા કરવામાં આવેલા ફેરફારને કારણે અત્યાર ચૂંટણી શક્ય ન નથી. તેથી મુંબઈ મનપા પર પ્રશાસનની નિમણૂક કરવાની ભલામણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલી વધશે, નિલંબિત પોલીસ અધિકારી સચિન વાઝેએ EDને લખ્યો પત્ર; જાણો વિગત

મુંબઈ મનપા કાયદામાં અત્યારે પ્રશાસનની નિમણૂક કરવાની જોગવાઈ નથી. તેથી કાયદામાં સુધારો કરવાનો વટહુકમ કાઢવામાં આવશે. પ્રશાસકની નિમણૂક મુંબઈ મનપાની ચૂંટણી બાદ પહેલી સભા સુધી અમલમાં રહેશે.

આ દરમિયાન મુંબઈમાં મતદારોની સંખ્યા 1.4 લાખથી વધી ગઈ હોવાનું જાણવા મળ્યું છે અને કુલ મતદારોની સંખ્યા 99.5 લાખ પર પહોંચી ગઈ છે. જેમાં મુંબઈના પરામા 1.1. લાખ અને શહેરમાં 25,000 મતદારો વધ્યા છે.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version