ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 માર્ચ 2021
બોમ્બે હાઈકોર્ટે સ્કૂલો દ્વારા ફી વધારાના વિરોધમાં લાલ આંખ કરી છે. શાળાએ વિદ્યાર્થીઓ સામે કોઈપણ પગલાં લેવા નહીં તેવા નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જજે એક વાત સ્પષ્ટ કરી હતી કે કોરોના કાળ દરમ્યાન વિદ્યાર્થીઓ ને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું છે તે વાત આગળ ધરીને વધુ પૈસા નહીં લઈ શકાય. આ ઉપરાંત તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મહારાષ્ટ્ર સરકારના નિર્ણયની વિરૂદ્ધ માં કોઈપણ સ્કૂલ વર્તન નહીં કરી શકે.
આ સંદર્ભે આવનાર દિવસોમાં સુનાવણી ચાલુ રહેવાની છે. એવું લાગી રહ્યું છે કે અન્ય મામલા પર પણ ફેંસલો આવશે. એટલે કે શાળાઓએ કેટલી ફી લેવી તે સંદર્ભે પણ આવનાર દિવસોમાં કોઈ આદેશ આવી શકે છે.
