Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હાઈ-લેવલ મીટિંગમાં ભરતી પ્રક્રિયાને પારદર્શક બનાવવા અને ડિજિટલ વેરિફિકેશન મોડલ લાગુ કરવા નિર્દેશ આપ્યા.

Maharashtra Govt Jobs ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને

Maharashtra Govt Jobs ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને

News Continuous Bureau | Mumbai
Maharashtra Govt Jobs મહારાષ્ટ્ર સરકારમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે ખુશખબર છે. રાજ્ય સરકારે ૭૦,૦૦૦ થી વધુ પદો પર ‘મહા-ભરતી’ (Maha-Bharti) શરૂ કરવાની જાહેરાત કરી છે. મુંબઈમાં સેવા ભરતી નિયમોમાં સુધારા અંગે મળેલી હાઈ-લેવલ મીટિંગમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મોટો નિર્ણય લીધો છે. આ ભરતી અભિયાન નવા અને અત્યંત પારદર્શક સિસ્ટમ દ્વારા તબક્કાવાર રીતે ચલાવવામાં આવશે.

MPSC દ્વારા ૫૦,૦૦૦ પદો પર થશે સીધી ભરતી

મુખ્યમંત્રીએ માહિતી આપી કે કુલ ૭૦,૦૦૦ પદોમાંથી લગભગ ૫૦,૦૦૦ પદો મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) દ્વારા ભરવામાં આવશે. બાકીના ૨૦,૦૦૦ પદો પર ભરતી માટે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સીઓને જવાબદારી સોંપવામાં આવી શકે છે. ભરતીના નિર્ણયો જે-તે કામના પ્રકાર, જરૂરી સ્કીલ્સ, સર્વિસ એન્ટ્રીના નિયમો અને પાત્રતાના માપદંડોને આધારે લેવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં માનવ સંસાધન વ્યવસ્થાપન અને પારદર્શિતાને પ્રાથમિકતા આપવામાં આવી છે.

Join Our WhatsApp Channel

ડિજિટલ વેરિફિકેશન અને બ્લોકચેન પદ્ધતિનો ઉપયોગ

ભરતી પ્રક્રિયામાં થતા વિલંબ અને પેપરવર્કને ઘટાડવા માટે સરકાર હવે ઓનલાઇન અને ડિજિટલ વેરિફિકેશન મોડલપર ભાર મૂકશે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો કે જો પાસપોર્ટ જેવા દસ્તાવેજોનું ઓનલાઇન વેરિફિકેશન શક્ય હોય, તો સરકારી ભરતીમાં પણ આ જ મોડેલ વાપરવું જોઈએ. આ માટે બ્લોકચેન મેથડ અને ડિજીલોકર સિસ્ટમનો ઉપયોગ કરીને પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવશે, જેથી કોઈ ભેદભાવ કે અન્યાય ન થાય.

આ સમાચાર પણ વાંચો : Malad Hit and Run: માલાડમાં ૪ વર્ષના માસૂમનું અકસ્માતમાં મોત, ૨૦ વર્ષ બાદ જન્મેલા પુત્રના નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું

મહારાષ્ટ્રનું ગવર્નન્સ મોડલ બીજા રાજ્યો માટે બનશે ઉદાહરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મળેલી ચીફ મિનિસ્ટર્સ કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર સરકારના હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ મોડલના ખૂબ વખાણ થયા હતા. બીજા રાજ્યોને પણ આ સુધારા મોડલ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આગામી વર્ષમાં મહારાષ્ટ્રમાં એક નવું ગવર્નન્સ રિફોર્મ મોડલ તૈયાર થશે, જેમાં દરેક વિભાગ મહત્વની ભૂમિકા ભજવશે. સેવા ભરતી નિયમોમાં ફેરફાર અંગેનો અંતિમ નિર્ણય ટૂંક સમયમાં કેબિનેટની બેઠકમાં લેવામાં આવશે.

Thane Railway Station Alcohol Smuggling થાણે સ્ટેશને એક્સાઇઝ ટીમનો મોટો દરોડો ગોવા બનાવટના વિદેશી દારૂ સાથે રેલવે એટેન્ડન્ટ ઝડપાયો, ₹૭૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત!
ATM Walkie Talkie PIN Theft Scam ATM બૂથમાં વૉકીટૉકી સંતાડી PIN ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બોઇસરમાં મહિલા સાથે ₹૯૦,૦૦૦ની છેતરપિંડી કરનાર ગઠિયો જેલભેગો!
Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version