Site icon News Continuous Bureau | Mumbai

વાહ ઉદ્ધવ સરકાર વાહ!! માઈનોરીટી ના વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાવેલિંગ  ભથ્થું મળશે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021 
શનિવાર

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર બન્યા પછી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના ટેકાને કારણે આ સરકાર એવા નિર્ણયો લઈ રહી છે જે ઠાકરે પરિવાર પાસેથી અપેક્ષીત નથી. મહારાષ્ટ્ર સરકારે એવો નિર્ણય કર્યો છે કે મહારાષ્ટ્રમાં શિક્ષા લઈ  રહેલા તમામ માઈનોરીટી કોમ્યુનિટીના બાળકોને ટ્રાવેલિંગ માટે દર મહિને ત્રણ હજાર રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે. આ જાહેરાત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા તેમજ મહારાષ્ટ્ર સરકારના મંત્રી એવા નવાબ મલિકે કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ઠાકરે સરકાર એવા નિર્ણયો લઈ રહી છે જેને ભૂતકાળમાં તેમણે પોતે ટીકા કરી છે. જોવાની વાત એ છે કે આ પ્રકારના ભથ્થાના માધ્યમથી સરકારે બાલ્ય અવસ્થા એટલે કે શિક્ષણના સમયથી જ વિદ્યાર્થીઓ વચ્ચે બે ભાગ પાડી દીધા છે. આ તિરાડ આવનાર સમયમાં કેટલી બનશે તે જોવાનું રહેશે.

Join Our WhatsApp Channel

કિરીટ સોમૈયા નો ગંભીર આરોપ : ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અજિત પવાર સ્કેમ બહાર પડાયું છે.

Uddhav Thackeray PM Modi meeting criticism સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે ને ત્યાં મુલાકાતોનો દોર શરૂ! ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર અને શિંદે જૂથને ઘેર્યા
Malshej Ghat Kalu Waterfall Selfie Rescue માલશેજ ઘાટના કાળુ ધોધ પર સેલ્ફી લેતી વખતે યુવકનો લપસ્યો પગ, પ્રવાસીઓએ આ રીતે બચાવ્યો જીવ
Eknath Shinde Narendra Modi Meeting વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા, દિલ્હીમાં બેઠક અંગે આપ્યું મોટું નિવેદન
Delimitation Bill Tamil Nadu Controversy દક્ષિણ ભારતની સીટો ઘટવાનો ડર! DMK અને વિપક્ષી નેતાઓ લાલઘૂમ, કેન્દ્ર સામે આક્રમક વલણ!
Exit mobile version