Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra govt formation: મહારાષ્ટ્રમાં સરકાર રચનામાં ફરી ફસાયો પેચ, શિંદે બાદ હવે અજીત પવાર જીદ પર અડ્યા; ભાજપનું ટેન્શન ડબલ…

Maharashtra govt formation: અજિત પવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં 11 મંત્રી પદ, 7 કેબિનેટ અને બે રાજ્ય મંત્રીઓના પદની માંગ કરી શકે છે. આ સાથે તેઓ કેન્દ્રમાં કેબિનેટ અને રાજ્યપાલના પદની પણ માંગ કરી શકે છે. અજિત પવાર પાર્ટીના વરિષ્ઠ નેતા માટે રાજ્યપાલ પદ અને પ્રફુલ પટેલ માટે કેન્દ્રમાં કેબિનેટ પદની માંગ કરી શકે છે.

News Continuous Bureau | Mumbai 

Maharashtra govt formation: મહારાષ્ટ્રમાં સરકારની રચના અને શપથ સમારોહને લઈને ચાલી રહેલા સસ્પેન્સ વચ્ચે અજિત પવારની આગેવાની હેઠળની સહયોગી NCP પણ જીદ પર અડી છે. એકનાથ શિંદે જ્યાં ભાજપાની વાત મની ગયા છે તો બીજી બાજુ હવે અજીત પવાર જીદ પર અડી ગયા છે. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ એનસીપીએ સરકારમાં એકનાથ શિંદેની શિવસેનાની સમકક્ષ સ્થાનની માંગ કરી છે. એનસીપીના નેતા છગન ભુજબળે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં વધુ સારા સ્ટ્રાઈક રેટને ટાંકીને કહ્યું છે કે તેમની પાર્ટી નવી સરકારમાં એકનાથ શિંદેની પાર્ટીના સમાન હિસ્સાથી ઓછો હિસ્સો સ્વીકારશે નહીં. સરકાર રચવાના પ્રયાસો વચ્ચે એનસીપી તરફથી આ નવી માંગ સામે આવી છે.

Maharashtra govt formation: NCPએ અજિત પવારના નેતૃત્વમાં સારું પ્રદર્શન કર્યું

છગન ભુજબળે સ્પષ્ટપણે કહ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં NCPએ અજિત પવારના નેતૃત્વમાં સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં એનસીપીને પણ નવી સરકારમાં શિવસેના જેટલું પ્રતિનિધિત્વ મળવું જોઈએ. તેમણે મંગળવારે કહ્યું, જો આપણે અમારા ગઠબંધનમાં સ્ટ્રાઈક રેટ જોઈએ છીએ, તો બીજેપી નંબર વન પર છે અને દાદા (અજિત પવાર)ની એનસીપી બીજા નંબર પર છે અને શિંદેની સેના ત્રીજા નંબર પર છે. તેથી અમારી માંગ છે કે  ગઠબંધનમાં  અમને પણ  શિવસેના જેવો જ વિભાગ મળવો જોઈએ. 

Maharashtra govt formation: દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદ માટે પ્રબળ દાવેદાર

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિએ જોરદાર જીત મેળવી હતી. નવી સરકાર 5 ડિસેમ્બરે શપથ લેશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે પરંતુ મહાયુતિ ગઠબંધન દ્વારા હજુ સુધી કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી. રાજ્ય ભાજપ વિધાનસભ્ય દળની બેઠક 4 ડિસેમ્બરે યોજાશે, જેમાં ફડણવીસના નામને મંજૂરી આપવામાં આવશે તેવું માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :  Eknath Shinde Health : મહારાષ્ટ્રના નેવર એન્ડિંગ પોલિટિકલ ડ્રામા માં વધુ એક ટ્વિસ્ટ, એકનાથ શિંદેની તબિયત વધુ બગડી, મુંબઈની હોસ્પિટલમાં દાખલ..

Maharashtra govt formation: મંત્રીઓની સંખ્યાને લઈને આંતરિક ખેંચતાણ

એટલું જ નહીં નવી સરકારમાં અજિત પવાર નાયબ મુખ્યપ્રધાન બનશે એ પણ નિશ્ચિત છે, પરંતુ એકનાથ શિંદે વિશે હજુ એ નક્કી નથી થયું કે તેમની ભૂમિકા શું હશે. આ અંગે શંકા ચાલુ છે. વિભાગો અને મંત્રીઓની સંખ્યાને લઈને આંતરિક ખેંચતાણના અહેવાલો પણ છે. શિવસેનાના નેતાઓએ સોમવારે કહ્યું હતું કે ગઠબંધનની રાજનીતિની “પરંપરા” મુજબ, જો ભાજપને મુખ્યમંત્રી પદ મળે છે, તો તેમની પાર્ટીને ગૃહ વિભાગ મળવું જોઈએ.

Maharashtra govt formation:  સ્ટ્રાઇક રેટ 

તમને જણાવી દઈએ કે 288 સભ્યોની વિધાનસભામાં ભાજપે 132 સીટો જીતી છે. તેમણે 148 બેઠકો પર ચૂંટણી લડી હતી. આ સંદર્ભમાં, ભાજપનો સ્ટ્રાઈક રેટ 88.5 ટકા હતો, જ્યારે 59 બેઠકો પર ચૂંટણી લડનાર અને 41 બેઠકો જીતનાર NCPનો સ્ટ્રાઈક રેટ 69.5 ટકા હતો. એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 56 પર જીત મેળવી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 70.4 ટકા હતો.

Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Mumbai Airport Runway| મુસાફરો માટે મોટા સમાચાર મુંબઈ એરપોર્ટના બંને રનવે આવતીકાલે ૬ કલાક બંધ રહેશે, તમારી ફ્લાઈટનું સ્ટેટસ તપાસી લેજો
Stock Market Today| બજાર ખુલતા જ રોકાણકારો માલામાલ સેન્સેક્સ ૭૭,૪૦૦ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો; જાણો આજના ટોપ ગેનર્સ
Mumbai Water Cut| મુંબઈના 5 વોર્ડમાં 30 કલાક સુધી પાણી નહીં આવે, મહાપાલિકાનો મોટો નિર્ણય; જુઓ અસરગ્રસ્ત વિસ્તારોની યાદી
Exit mobile version