Site icon

મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની શક્યતા વધતાં સરકાર સજ્જ. જાણો ક્યારે અને કેમ આવી શકે છે ત્રીજી લહેર.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્રમાં  રાજ્યમાં  આજ દિન કોરોનાના ૭૧૫૧ દરદી વિવિધ હોસ્પિટલોમાં   સારવાર  લઈ રહ્યા છે.  જ્યારે  રાજ્યમાં હાલમાં  ૭૮,૮૫૮ લોકો હોમ ક્વોરન્ટાઈન  થયા છે. અને ૯૧૬ લોકો   સંસ્થાત્મક  ક્વોરન્ટાઈન થયા હોવાનું  આરોગ્ય વિભાગે ઉમેર્યું હતું. મુંબઈમાં  આજે કોરોનાના નવા  ૨૧૩ કેસ નોંધાયા હતા.  અને એક  દરદીનું મોત  થયું હતું.  આમ શહેરમાં  કોરોના ગ્રસ્તોની સંખ્યા ૭૬૩૮૩૫ થઈ છે.   અને મરણાંકની સંખ્યા ૧૬૩૪૯  થઈ છે. જ્યારે શહેરમાં આજે કોરોનાના ૨૧૦ દરદી સાજા થતાં  તેઓને  હોસ્પિટલથી   ઘરે જવાની  પરવાનગી અપાઈ હતી. પરિણામે  અત્યાર સુધી  શહેરમાં  ૭૪૩૧૧૫ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. શહેરમાં અત્યારે  કોરોનાનાં ૧૭૯૮ દરદી વિવિધ  હોસ્પિટલોમાં  સારવાર લઈ રહ્યા છે. એમ પાલિકાના આરોગ્ય વિભાગે  જણાવ્યું  હતું.કોરોનાની બીજી લહેરના દૈનિક દરદી તથા મૃતકોની  સંખ્યામાં ધરખમ ઘટાડો  થતો રહ્યો છે. પણ ઓમિક્રોન વેરિયન્ટના દરદીની  સંખ્યા  રાજ્યમાં  વધતી હોવાથી  કોરોનાની  ત્રીજી લહેર  આવવાની શક્યતા વર્તાઈ  રહી છે. આથી રાજ્ય સરકાર ચિંતામાં  પડી છે પરંતુ  આને રોકવા માટે  રાજ્ય સરકાર તમામ પ્રકારના  પગલા  હાથ ધરવાની  તૈયારી કરી છે. લોકડાઉન ફરી ટાળવું હોય તો  કોરોનાના પ્રતિબંધક નિયમો કડકાઈથી  પાળવા મુખ્યમંત્રીએ અપીલ કરી છે. રાજ્યમાં આજે કોરનાના નવા ૭૦૭ કેસ નોંધાયા છે. અને સાત દરદીના કોરોનાએ જીવ લીધા હતા. જ્યારે રાજ્યમાં  આજે કોરોનાના૬૭૭ દરદી સાજા થતાં  તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા  છે. આમ  અત્યાર સુધી  કોરોનાથી  ૬૪,૬૬,૭૬૨ દરદી કોરોનાથી   મુક્ત બન્યા છે. એટલે કે  સાજા થવાનું  પ્રમાણ વધીને ૯૭.૭૧ થઈ છે.

 

મહારાષ્ટ્ર સરકારે RTPCR ટેસ્ટના ભાવમાં કર્યો વધુ ઘટાડો, હવે તમને 500ને બદલે આટલા રૂપિયામાં મળી જશે તમારો કોરોના રિપોર્ટ

Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Ajit Pawar: ચૂંટણી પોતાની જગ્યાએ, દોસ્તી પોતાની જગ્યાએ! અજિત પવારનું મોટું નિવેદન, દેવેન્દ્ર ફડણવીસ સાથે ના સંબંધ ને લઈને કહી આવી વાત
KDMC Election 2026 Clash: ડોમ્બિવલીમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ભીષણ અથડામણ; 4 કાર્યકરો ગંભીર રીતે ઘાયલ, વિસ્તારમાં ભારે તણાવ.
Mumbai: મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી! મકર સંક્રાંતિ પહેલા મુંબઈ-ઠાણેમાં વરસાદી માહોલ, જ્યારે મરાઠવાડા ઠંડીમાં ઠર્યું; જાણો હવામાન વિભાગની આગાહી.
Exit mobile version